Gujarat Exclusive > ગુજરાત > કોરોના સંક્રમણ વધતા ગાંધીનગર અક્ષરધામ મંદિર ત્રણ દિવસ બંધ

કોરોના સંક્રમણ વધતા ગાંધીનગર અક્ષરધામ મંદિર ત્રણ દિવસ બંધ

0
191

ગાંધીનગર: અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. બીજી તરફ ધાર્મિક સ્થળોમાં ભક્તોની ભીડ ભેગી ના થાય તે માટે સાવચેતાની ભાગ રૂપે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર અક્ષરધામ મંદિર પણ 20 નવેમ્બર રાત્રિથી 23 નવેમ્બર સુધી બંધ રહેશે. Akshardham temple

શનિ-રવિ હોવાથી ભીડ વધુ હોય છે Akshardham Temple

શનિવાર અને રવિવારે રજાના દિવસ હોવાથી ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે આવતી હોય છે. સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર અક્ષરધામ મંદિર સહિતના ધાર્મિક સ્થળોને 20 નવેમ્બર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ કાલાવાડ રોડ પર આવેલા મંદિરને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ફરી સરકારે લોકોને અસમંજસમાં મુક્યા! કોરોનાના વધતા કેસ માટે જવાબદાર કોણ

BAPS 30 નવેમ્બર સુધી બંધ Akshardham Temple

શાહીબાગ સ્થિત BAPS મંદિર (BAPS Temple) અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BAPS શાહીબાગ મંદિરના (BAPS Temple) કોઠારી સ્વામી સાધુ આત્મકીર્તિદાસે તમામ હરિભક્તોને કોવિડ ગાઈડલાઈનનું (Covid Guidelines) પાલન કરવા માટે ખાસ અપીલ કરી છે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, કામ સિવાય બહાર ના જવું ઉપરાંત સરકાર અને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે આપેલા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.