Gujarat Exclusive > દેશ-વિદેશ > Gandhi Jayanti: જાણો ગાંધીજી કેવી રીતે ઉજવતા હતા પોતાનો જન્મદિવસ

Gandhi Jayanti: જાણો ગાંધીજી કેવી રીતે ઉજવતા હતા પોતાનો જન્મદિવસ

0
213

નવી દિલ્હી: દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 102મી જયંતી (Gandhi Jayanti) મનાવવા માટે તૈયાર છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓ તરફથી કેટલાક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. સફાઈથી લઇ અહિંસાના પાઠ સુધી લોકો જુદી-જુદી રીતે બાપૂને યાદ કરતા હોય છે. પરંતુ શુ તમે જાણો છો પોતાના જન્મદિવસે ગાંધી શું કરતા હતા અને કેવી રીતે પોતાનો જન્મદિવસ મનાવતા હતા….?

ગાંધીવાદી રામચંદ્ર રાહી મુજબ લગભગ ગાંધીજી જન્મ ઉજવતા નહતા, પરંતુ લોકો તેમના જન્મદિવસ ઉજવતા હતા. 100 વર્ષ પહેલા ગાંધીજીના નિવેદનોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આજથી 102 વર્ષ પહેલા, જ્યારે વર્ષ 1918માં ગાંધીજીએ તેમના જન્મદિવસની ઉજવણી કરનારાઓને કહ્યું,

‘મારા મૃત્યુ પછી મારી કસોટી થશે કે હું જન્મદિવસ મનાવવા લાયક છું કે નહીં. ‘

આ પણ વાંચો: ગ્રેટર નોઈડામાં રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત 203 નેતાઓ વિરુદ્ધ FIR દાખલ

તો પછી પોતાના જન્મદિવસે બે ઓક્ટોબરે બાપૂ શું કરતા હતા?

દેશભરમાં ફેલાયેલી ગાંધીવાદી સંગઠનોની માતૃ સંશ્થા, ગાંધી સ્મારક નિધિના અધ્યક્ષ રામચંદ્ર રાહીએ કહ્યું કે આ એક ગૌરવપૂર્ણ દિવસ હતો, આ દિવસે તેઓ ભગવાનને પ્રાર્થના કરતા હતા, રેંટિયો ચલાવતા અને મોટાભાગે મૌન રહતા હતા. તેઓ કોઈ પણ મહત્વપૂર્ણ દિવસે આ જ રીતે ઉજવણી કરતા હતા.

પરંતુ આજે સરકાર ગાંધી જયંતી (Gandhi Jayanti) પર વિવિધ પ્રકારના સમારોહનું આયોજન કરી રહી છે, ચારે બાજુ હંગામો છે, આખા વર્ષ દરમિયાન કાર્યક્રમો ચાલે છે. આ અંગે રાહીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે,

‘સરકાર તો કોઈપણ કાર્યક્રમોનું આયોજન તેના મતલબથી કરે છે. તેને ગાંધીના વિચારો સાથે કોઈ લેવાદેવા નથી. સરકાર પોતાની રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે ગાંધીના નામનો ઉપયોગ કરે છે.’

આ પણ વાંચો: દેશમાં રોજ 87 ‘નિર્ભયા’ રેપનો શિકાર; 2019માં મહિલાઓ સામેના ગુના 7.3% વધ્યા :NCRB

તેમણે કહ્યું કે જો સરકાર ખરેખર ગાંધીનો જન્મદિવસ (Gandhi Jayanti) મનાવવા માંગે છે તો તેને ગાંધીના વિચારો ઉપર સમાજને આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ તેના લક્ષણો દેખાતા નથી, વર્તમાન સરકાર ગાંધી અને ગાંધીના જન્મદિવસને સ્વચ્છતા સાથે જોડે છે.

આ પણ વાંચો: યુપીમાં ગુંડારાજ: હાથરસ, બલરામપુર પછી વધુ એક દલિત યુવતી સાથે હૈવાનિયત

સરકાર દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવી રહ્યા છે. આ અંગે રાહીએ કહ્યું કે,

“જો તમે સ્વચ્છતા વિશે વિચારો છો તો પ્રથમ કાર્ય દેશમાં સફાઈ કામદારોને એવી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, જેથી તેઓને ગટરમાં ઉતરીને સફાઇ ના કરવી પડે. સફાઈ કામદારોને મોતના મુખમાં ધકેલવું સરકાર માટે શરમજનક વાત છે.”