Gujarat Exclusive > The Exclusive > ગાંધી જયંતિ નિમિત્તે સાબરમતી સેન્ટ્રલ જેલનાં કેદીઓ બનશે રેડીયો જોકી

ગાંધી જયંતિ નિમિત્તે સાબરમતી સેન્ટ્રલ જેલનાં કેદીઓ બનશે રેડીયો જોકી

0
89
  • મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી
  • સાબરમતી જેલનાં કેદીઓ માટ ‘રેડિયો પ્રિઝન’ શરૂ કરાશે
  • RJ પાસે કેદીઓને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવશે

અમદાવાદ : આજે મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ છે. ત્યારે દેશભરમાં ઠેર-ઠેર જુદી-જુદી રીતે ઉજવણી થઇ રહી છે. એવામાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ (gandhi jayanti ahmedabad) માં રેડિયો સ્ટેશનની શરૂઆત થવા જઇ રહી છે. જેનો મુખ્ય હેતુ માત્ર કેદીઓને તેના દ્વારા ઉપયોગી શૈક્ષણિક, કાયદાકીય અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી જેલમાંથી જ મળી શકે. જો કે આ રેડિયો માત્ર જેલ પુરતો જ હશે. હાલમાં RJ પાસે કેદીઓને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવશે.

આ ઉપરાંત જેલનાં સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેઓનાં પરિવારજનોને પ્રાથમિક સારવાર ત્વરિત મળી રહે તે માટે જેલ સ્ટાફ લાઈન ખાતે નવ નિર્માણ સ્ટાફ ડિસ્પેન્સરીનું ઉદ્ઘાટન ગાંધી જયંતી નિમિત્તે અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિરીક્ષક જેલ અને સુધારાત્મક વહીવટ દ્વારા કરાશે. આ સાથે જ સૌ પ્રથમ વખત અમદાવાદ સેન્ટ્રલ જેલ દ્વારા રેડિયોની શરૂઆત કરવામાં આવી રહી છે. જેલ પ્રશાસન દ્વારા જેલના કેદીઓ (gandhi jayanti ahmedabad) દ્વારા બનાવામાં આવતા ભજીયાને પણ અદ્ભુત સફળતા મળી હતી. ત્યારે આ પણ એક પ્રકારનો પ્રયોગ જ હાથ ધરવામાં આવી રહ્યો તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: BREAKING : સ્કૂલ ફી-કૃષિ બિલ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની અટકાયત

આ સાથે તમને એ જાણીને કદાચ નવાઇ લાગશે કે સામાન્ય રીતે તો કેદીઓ (gandhi jayanti ahmedabad) ખૂંખાર જ હોય છે પરંતુ સાબરમતી જેલના કેદીઓ ગાંધી વિચારોથી પ્રભાવિત થઈ રહ્યાં છે. સાબરમતી જેલમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા ગાંધીજીને વૈચારિક સ્વરૂપે લઈ જવાનું કાર્ય પરીક્ષાનાં માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે ગાંધી જયંતિનાં અવસરે જેલમાં ગાંધી વિચારોની પરીક્ષા યોજાતી હોય છે. આ પરીક્ષાનાં કારણે ખૂંખાર કેદીઓ પણ ગાંધી વિચારોને વાંચતા-લખતા આત્મસાત કરતા થઈ ગયા છે. અત્યાર સુધીમાં જેલમાં 800 કેદીઓ આ પરીક્ષા આપી ચૂક્યાં છે. આ વર્ષે 210 કેદીઓ આ પરીક્ષા આપશે.

 

જો કે આ રેડિયો પ્રિઝનર સ્ટેશનની જો વાત કરીએ તો તે માત્ર જેલ પુરતું જ હશે. હાલ પુરતુ RJ દ્વારા કેદીઓ (gandhi jayanti ahmedabad) ને ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યાર બાદ કેદીઓ દ્વારા જ સમગ્ર રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. સવારે 8થી 12 અને સાંજે 3થી 6 વાગ્યા સુધી આ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. આ સ્ટેશનમાં રેડિયો માટે જરૂરી તમામ અત્યાધુનિક સાધનો પણ મંગાવાયા છે. પ્રાયોગિક ધોરણે અહીં આ પ્રોજેક્ટ મુકાયો છે. જો તે સફળ રહેશે તો બાદમાં તેને અન્ય જેલોમાં પણ લાગું કરવામાં આવશે.

આ પણ વાંચો: સુરતમાં ઇતિહાસમાં પ્રથમ વાર 75 માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત