Gujarat Exclusive > દેશ-વિદેશ > Gandhi Jayanti 2020 : સૌ પ્રથમ વાર નોટ ઉપર ગાંધીજીની તસવીર ક્યારે અને ક્યાંથી લેવાઇ?

Gandhi Jayanti 2020 : સૌ પ્રથમ વાર નોટ ઉપર ગાંધીજીની તસવીર ક્યારે અને ક્યાંથી લેવાઇ?

0
166
  • આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતી
  • સૌ પહેલાં ગાંધીજીની તસવીર ભારતીય ચલણ પર વર્ષ 1969માં આવી હતી
  • નોટો પર ગાંધીજીની તસવીર પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો

નવી દિલ્હી : આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતી (Gandhi Jayanti 2020) છે. પૂરો દેશ આજે બાપુના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. રાષ્ટ્ર માટે મહાત્મા ગાંધીના યોગદાનને જોતા તેઓને ભારતીય ચલણ પર સ્થાન આપવામાં આવ્યું છે. આજે તમામ મૂલ્ય વર્ગની ભારતીય બેંક નોટ પર બાપુની તસવીર છે. પરંતુ શું આપ જાણો છો કે ગાંધીજીનો આ ફોટો આખરે ક્યાંનો છે અને પ્રથમ વાર ચલણી નોટ પર ક્યારે આવ્યો….

સૌ પહેલાં મહાત્મા ગાંધીજીની તસવીર ભારતીય ચલણ પર વર્ષ 1969માં આવી હતી. આ વર્ષ તેમના જન્મ શતાબ્દીનું વર્ષ હતું. આ નોટો પર ગાંધીજીની તસવીર પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો. જ્યારે પ્રથમ વાર ગાંધીજીની તસવીર નોટ પર છપાઇ ત્યારે ઇન્દીરા ગાંધી દેશના વડાપ્રધાન હતાં અને એલ.કે ઝા RBIનાં ગવર્નર હતાં.

પ્રથમ વાર 100ની નોટ પર રાષ્ટ્રપિતાની જન્મ શતાબ્દીના મોકા પર પ્રથમ વાર જોવામાં આવ્યા હતાં. હકીકતમાં, 1947માં ભારત આઝાદ થયા બાદ અનુભવ કરવામાં આવ્યો હતો કે ચલણ પર ઉપલબ્ધ બ્રિટિશ કિંગ જૉર્જની તસવીરને મહાત્મા ગાંધીજીની તસવીર સાથે રિપ્લેસ કરવામાં આવે. એ માટે નિર્ણય લેવામાં તત્કાલીન કોમેમોરેટિવ એટલે કે યાદગીરી માટે 100ની નોટ 1969માં રજૂ કરવામાં આવી.

આ પણ વાંચો:  ગાંધી જયંતિ વિશેષ: જ્યારે સોમનાથ મંદિરને લઈને સરદાર પટેલે ‘બાપુ’ની સલાહ સ્વીકારી

આ વર્ષ તેમનું જન્મ શતાબ્દી (Gandhi Jayanti 2020) નું વર્ષ હતું અને નોટો પર તેમની તસવીર પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો. ગાંધીજીની હાજરી પોટ્રેટવાળી ચલણી નોટ પ્રથમ વાર 1987માં આવ્યાં. ગાંધીજી જે હસતા ચહેરાવાળી આ તસવીર સાથે સૌ પ્રથમ 500 રૂપિયાની નોટ ઓક્ટોબર 1987માં રજૂ કરવામાં આવી. ત્યાર બાદ ગાંધીજીની આ તસવીર અન્ય ચલણી નોટો પર પણ ઉપયોગ થવાની છે.

1996માં RBIએ એડિશનલ ફિચર્સ સાથે નવી મહાત્મા ગાંધીની સીરીઝવાળી નોટો રજૂ કરી હતી. જેનાં ફિચર્સમાં બદલેલો વોટરમાર્ક, વિંડોડ સિક્યોરિટી થ્રેક, લેટેંટ ઇમેજ અને વિજુઅલ હેંડીકેપ્ડ લોકો માટે ઇંટેગ્લિયો ફિચર્સ શામેલ રહ્યાં. 1996 પહેલાં 1987માં મહાત્મા ગાંધીજીની તસવીરને વોટરમાર્કનના રૂપમાં ઉપયોગ કરવામાં આવતો હતો. જે નોટની ડાબી બાજુ દેખાતી હતી. પછી નોટમાં ગાંધીજીની તસવીર છાપવામાં આવી.

Gandhi Jayanti 2020

1996માં મહાત્મા ગાંધીની એક તસવીર (Gandhi Jayanti 2020) કે જે નવી નોટ ચલણમાં આવી તેમાં 5, 10, 20, 100, 500 અને 1000 રૂપિયાની નોટને પણ જોડવામાં આવી. આ દરમિયાન અશોક સ્તંભની જગ્યાએ મહાત્મા ગાંધીજીનો ફોટો અને અશોક સ્તંભનો ફોટો નોટની બીજી તરફ તરફ નીચે લગાવીને પ્રિન્ટ કરવામાં આવ્યો.

આજે જે નોટ પર ગાંધી બાપુની તસવીર દેખાય છે તે વાઇસરોય હાઉસમાં 1946માં ખેંચવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મ્યાનમાર અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરીનાં રૂપમાં કાર્યરત ફ્રેડરિક પેથિક લોરેન્સની મુલાકાત લેવા પહોંચ્યાં હતાં. ત્યાં લીધેલી તસવીર ગાંધીજીનાં પોટ્રેટ રૂપમાં ભારતીય નોટો પર અંકિત કરવામાં આવી. આ તસવીર કયા ફોટોગ્રાફરે ખેંચી તે મામલે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી.

1949માં અશોક સ્તંભવાળી નોટ ગાંધીજીની તસવીર (Gandhi Jayanti 2020) ભારતની અનેક ચલણી નોટ પર દેખાતી હતી. 1949માં તત્કાલીન સરકારે અશોક સ્તંભવાળી નવી ડિઝાઇન સાથે 1 રૂપિયાની નોટ રજૂ કરી હતી. 1953માં હિંદીને નોટ પર લખવાનું શરૂ કર્યું.

1000, 5000 અને 10000નાં ઉચ્ચ મૂલ્યવર્ગ વાળી નોટોને 1954માં રિઇંટ્રોડ્યૂસ કરવામાં આવી. 1000 રૂપિયાની નોટ પર તંજોર મંદિરની ડિઝાઇન હતી. 5000 રૂપિયાની નોટ પર ગેટ વે ઓફ ઇન્ડિયા અને દસ હજારની નોટ પર લૉયન કેપિટલ અશોક સ્તંભ હતાં. જો કે 1978માં આ નોટને બંધ કરવામાં આવી. 1980માં નોટનાં નવા સેટ લાવવામાં આવ્યાં.

આ પણ વાંચો: સ્કૂલ સંચાલકોની ડેડલાઈન, આ તારીખ સુધી ફી ભરનાર વાલીઓને જ રાહત