Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મહેસાણામાં પોલીસ જવાનો દ્વારા ગણપતિને ગાર્ડ ઓફ ઓનર અપાયું, જુઓ VIDEO

મહેસાણામાં પોલીસ જવાનો દ્વારા ગણપતિને ગાર્ડ ઓફ ઓનર અપાયું, જુઓ VIDEO

0
173

ગણપતિજીનું સાર્વજનિક મહોત્સવ હવે મહારાષ્ટ્ર પૂરતો નથી રહ્યો ગણપતિ નો વ્યાપ હવે ઉત્તર ગુજરાતમાં પણ વધ્યો છે. તો મહેસાણામાં ભગવાન ગણપતિને વિશિષ્ટ સન્માન પણ અપવામાં આવે છે. શહેરના ફુવારા સર્કલ પાસે આવેલા ગાયકવાડી જમાનાના ગણપતિ મંદિરેઆ માહોત્સવની ઉજવણી રાજ્યના ગણેશ મહોત્સવમાં આ ગણપતિ મોખરી રહ્યા છે આનું કારણ એ છે કે, ગણપતિની સ્થાપના કર્યા પછી પોલીસ જવાનો દ્વારા ગણપતિને ગાર્ડ ઓફ ઓવનર આપવામાં આવે છે આ પરંપરા 1921થી ચાલી આવે છે.

ગાયકવાડ સરકારે પણ અનુમોદન આપી અને એમના બિરદાવેલાં અને એ રીતે ગણપતિ દાદાના વર્ષોની પરંપરાથી પોલીસ હેડ ક્વાર્ટરથી ગણપતિ મંદિર આવીને ગણપતિને ગાર્ડ ઓફ ઓવનર આપવામાં આવે છે. ભગવાન ગણેશની આજની પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓવનર અપાતું હતું. ગાયકવાડના સમયથી જ મહેસાણાના સિદ્ધ વિનાયકના મંદિરમાં દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગજાનંદને પોલીસ દ્વારા સલામી આપવામાં આવે છે જે પરંપરાને આજ સુધી જાળવી રાખી છે.

આ મંદિરની ખાસિયત એ છે કે, મંદિરમાં બિરાજમાન ભગવાન ગજાનંદ જમણી સૂંઢવાળા છે. આ દિવસે એક સરસ મજાનો મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે. ગણેશ પૂજનની સાથે સાથ પાંચ દિવસ સુધી ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે આ પ્રસંગ માં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થાય છે.

દેશભરમાં ગણેશ ચતુર્થીની ધૂમ, જુઓ ક્યાં કેવી રીતે થઈ રહ્યું છે ‘ગણપતિ બાપ્પા’નું સ્વાગત