Galaxy M સીરીઝ પાવર પેક્ડ ફિચર્સ માટે ઓળખાય છે
નવી દિલ્હી: સેમસંગ ભારતમાં નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની મુજબ આ મહિને કંપની Galaxy M02s 7 જાન્યુઆરીના રોજ બપોરે 1 કલાકે લોન્ચ કરશે. આ સ્માર્ટફોન 10 હજાર રૂપિયાના સેગમેન્ટમાં રજૂ કરાશે.
સેમસંગ મુજબ Galaxy M સીરીઝ પાવર પેક્ડ ફિચર્સ માટે ઓળખાય છે અને ગેલેક્સી એમ20એસ સાથે 10 હજારના સેગ્મેન્ટમાં પ્રથમ વખત બીજા ઘણા ફીચર્સ આવી રહ્યા છે.
સેમસંગે જણાવ્યું કે Galaxy M02sમાં Qualcomm Snapdragon પ્રોસેસર આપવામાં આવશે અને આ 4જીબી રેમ સાથે ઉપલબ્ધ હશે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોનમાં ગેમિંગ પણ હશે અને સ્મૂધ મલ્ટી ટાસ્કિંગ હશે.
સેમસંગ મુજબ ગેલેક્સી એમ20એસ સેમસંગ ગેલેક્સી સીરીઝનો ભારતમાં પ્રથમ 4જીબી રેમવાળો સ્માર્ટફોન હશે, જે 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ હશે. Galaxy M02sમાં 5,000mAh બેટેરી આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં ત્રણ રિયર કેમેરા આપી શકાય છે.
આ પણ વાંચો: જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં લોન્ચ થશે Mi 10i, 108MPનો મળશે કેમેરા
Galaxy M02s માટે કંપનીએ માઇક્રોસાઇટ તૈયાર કરી છે. આ સ્માર્ટફોનમાં વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ આપવામાં આવ્યો છે અને ડિસ્પ્લેમાં બેજલ્સ પાતળા હશે. આ સ્માર્ટફોનની ડિસ્પ્લે 6.5 ઇન્ચની એચડી પ્લસ હશે અને તેમાં Infinty V ડિસ્પ્લેનો ઉપયોગ થશે.
ઉલ્લેખનીય છે કે Galaxy M02s સાથે કંપની ભારતમાં Xiaomi અને Realmeના બજેટ સ્માર્ટફોન્સને ટક્કર આપશે. છેલ્લા કેટલાક સમયથી સેમસંગે ભારતમાં મિડ રેન્જ અને બજેટ સેગમેન્ટમાં અનેક સ્માર્ટફોન લોન્ચ કર્યા છે અને હવે કંપની બજેટ સ્માર્ટફોનની રેસમાં પણ મજબૂતી સાથે એન્ટ્રી કરી રહી છે.