Gujarat Exclusive > દેશ-વિદેશ > જીવલેણ કોરોનાથી દુનિયાને બચાવવા G-20 દેશોએ ખોલ્યો ખજાનો

જીવલેણ કોરોનાથી દુનિયાને બચાવવા G-20 દેશોએ ખોલ્યો ખજાનો

0
1004

નવી દિલ્હી: સઉદી અરબની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી G-20 દેશોની વર્ચૂઅલ બેઠકમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસ સામે જંગ જીતવા અને તેના કારણે વિશ્વની અર્થ વ્યવસ્થાને થઈ રહેલા નુક્સાનમાં મદદ કરવા માટે 5 ટ્રિલિયન ડૉલર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વિશ્વના 19 દેશો અને યુરોપિયન યુનિયનના લીડર્સની આ વીડિયો કોન્ફરન્સમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. અત્યાર સુધી વિશ્વમાં કોરોના વાઈરસના કારણે 22 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

અર્થ વ્યવસ્થામાં સુધારાનો પ્રયત્ન
આ વર્ચુઅલ બેઠક દરમિયાન લીડર્સે જણાવ્યું કે, વિશ્વની અગ્રણી અર્થ વ્યવસ્થાઓ કોરોના વાઈરસની મહામારીથી ઉગરવા માટે તમામ શક્ય પ્રયત્ન કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્વાસ્થ્ય સમાજ અને અર્થ વ્યવસ્થા પર થનારી તેની અસરને સુધારવી તેમની પ્રાથમિક્તા છે. અર્થ વ્યવસ્થાની સુરક્ષા કરવા માટે 5 ટ્રિલિયન ડોલર્સ ગ્લોબલ ઈકોનોમીમાં લગાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ લીડર્સ હેલ્થ અને મહામારી ફેલાવવા સાથે સંકળાયેલા ડેટા શેર કરશે. જેનાથી વિશ્વભરની હેલ્થ સિસ્ટમમાં સુધારો થઈ શકે અને મેડિકલ સપ્લાય વધારી શકાય. આ વાઈરસ ક્યાંથી પેદા થયો, તેને લઈને કોઈ ચર્ચા નથી કરવામાં આવી, પરંતુ એ વાત પર ચર્ચા કરવામાં આવી કે હાલની આપદા સામે કેવી રીતે લડવું છે. વાઈરસના ફેલાવા માટે કોઈ પર આરોપ મૂકવાનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો.

જણાવી દઈએ કે, ચીનને કોરોના વાઈરસના ફેલાવા માટે આલોચનાનો શિકાર થવું પડી રહ્યું છે, કારણ કે આ જીવલેણ વાઈરસ ચીનમાંથી જ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે.

આ મિટિંગ ગત સપ્તાહે સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને વડાપ્રધાન મોદીના વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ યોજાઈ હતી. સમગ્ર વિશ્વમમાં અત્યાર સુધીમાં 4,91,204 લોકો આ જીવલેણ વાઈરસનો શિકાર બની ચૂક્યા છે, જ્યારે 22,165 લોકો મોતને ભેટી ચૂક્યા છે. જેમાં સૌથી ખરાબ હાલત આ સમયે ઈટલીની છે, જ્યાં મૃતકોની સંખ્યા ચીન કરતા પણ વધી ગઈ છે.

કોરોનાનો ખૌફ: ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર લગાવી રોક