Gujarat Exclusive > દેશ-વિદેશ > કાશ્મીરી સફરજન પર ફૂગનો હુમલો, ભારે હિમવર્ષા અને બનાવટી દવા જવાબદાર

કાશ્મીરી સફરજન પર ફૂગનો હુમલો, ભારે હિમવર્ષા અને બનાવટી દવા જવાબદાર

0
49

આ વર્ષે કાશ્મીરી સફરજનનો પાક ફફુંદ(ફૂગ)નો શિકાર બની શકે છે. સતત ખરાબ વાતાવરણના કારણે આવું થયું છે. જોકે, તે છતાં પણ સફરજન ખાવા યોગ્ય રહેશે, પરંતુ ફફૂંદના સંક્રમણવાળી જગ્યા પર કાળા ડાગ પડી જશે, જેના કારણે ખેડૂતોને સારો એવા ભાવ મળવો સરળ રહેશે નહીં.

સોપોરમાં જથ્થાબંધ માર્કેટના ફળ વિક્રેતાઓના લીડર ફયાજ અહેમદ મલિકે જણાવ્યું કે, સફરજનનું ઉત્પાદન કરતાં ઘાટીના બધા જ ખેડૂત વેન્ટૂરિયા ઈનએક્કાલિસ નામની ફંગસથી હેરાન છે.

બાંદીપોરા જિલ્લાના સફરજનનું ઉત્પાદન કરતાં અબ્દુલ જબ્બારે કહ્યું કે, “ફંગલ ઈન્ફેક્શન થવું અસામાન્ય વાત નથી, પરંતુ મેં મારા 35 વર્ષના વ્યાપાર દરમિયાન આની આટલી વ્યાપકતા અને ગંભીરતા જોઈ નથી. તેમને જણાવ્યું કે, તેમનો પાક આ વર્ષ માત્ર 30 પેટી થયો છે, જ્યારે 150થી 250 પેટી પાક સામાન્ય રીતે થાય છે. હાજી ખાજીર મોહમ્મદે જણાવ્યું કે, તેમના પાંચ એકરના બગીચામાં દર વર્ષે 5000 પેટી સફરજન થતા હતા, જ્યારે આ વર્ષે તેમને 40 પેટી જ પાક મળ્યો છે.”

શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સ અને ટેકનોલોજીમાં વાવેતરની સહાયક પ્રોફેસર આશા નબીએ જણાવ્યું હતું કે, માર્ચ-એપ્રિલમાં ભારે વરસાદને લીધે ખેડુતો સફરજનના ઝાડમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી શક્યા હોઈ શકે છે.

આશા નબીએ જણાવ્યું હતું કે, મોસમ વગર થયેલી બરફવર્ષાને કારણે ઘણા ખેડુતો સમયસર બગીચામાં દવા પણ છાંટી શક્યા નહતા. જેથી કાશ્મીરના સફરજનોના બગીચાઓમાં ફૂગનું પ્રમાણમાં વધી શક્યું હોઈ શકે છે. તે ઉપરાંત તેઓ બનાવટી દવાઓને પણ ફૂગના ફેલાવા માટે જવાબદાર ગણાવે છે.

ઉલ્લેખનિય છે કે, હાલમાં પણ કાશ્મીર એક બરફની ચાદર નીચે ઢંકાઈ ગયેલું છે. તેથી આ વર્ષે સારી ક્વોલિટીના સફરજનના ભાવ આકાશમાં આંબી શકે છે.