એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્સેલ એન્ટરટેઇનમેન્ટે બૉલિવૂડની સુપરહિટ કૉમેડી ફ્રેન્ચાઇઝી ફુકરે 3ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. લાંબા સમયથી ફેન્સ ફુકરે 3ની રાહ જોઇ રહ્યા હતા. હવે મેકર્સે નવા પોસ્ટર્સ સાથે તેની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ફરી એક વખત ફુકરેની ટીમ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે.
પુલકિત સમ્રાટ, વરૂણ શર્મા, ઋચા ચઢ્ઢા, મનજોત સિંહ અને પંકજ ત્રિપાઠીની ફુકરે 3 (Fukrey 3) થિયેટરમાં જન્માષ્ટમીના દિવસે રિલીઝ થશે. ફુકરે 3 7 સપ્ટેમ્બર 2023માં થિયેટરમાં રિલીઝ થશે.
Iss baar hoga chamatkaar, straight from Jamnapaar! #Fukrey3 arriving in cinemas on 7th September, 2023.@PulkitSamrat @varunsharma90 @OyeManjot @TripathiiPankaj @RichaChadha @MrigLamba @ritesh_sid @FarOutAkhtar @vipulhappy #AmalenduChaudhdary @AAFilmsIndia @ZeeMusicCompany pic.twitter.com/2G7zzogJGY
— Excel Entertainment (@excelmovies) January 24, 2023
ફુકરે 3ના ડિરેક્ટર
ફુકરે 3માં પુલકિત સમ્રાટ અને ઋચા ચઢ્ઢાની જોડી ફરી જોવા મળશે. આ ફિલ્મને મૃગદીપ સિંહ લાંબા ડિરેક્ટ કરી રહ્યા છે. મૃગદીપને ફુકરે ફ્રેન્ચાઇઝીથી જ લોકપ્રિયતા મળી હતી. આ પહેલા તે રૂહીના લેખનનું કામ પણ સંભાળી ચુક્યા છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઇનમેન્ટ હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ફુકરેનો પ્રથમ ભાગ 2013માં રિલીઝ થયો હતો, જેને લોકોએ પસંદ કરી હતી. આ આધાર પર મેકર્સે આ ફ્રેન્ચાઇઝીની બીજી ફિલ્મ રિલીઝ કરી હતી. હવે આ જ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ આવી રહી છે. આ ફ્રેન્ચાઇઝીના ચૂચા, પંડિતજી, ભોલી પંજાબન જેવા રોલ જાણીતા બન્યા હતા.
એક્સેલ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શન હાઉસ વિશે
એક્સેલ એન્ટરટેઇનમેન્ટ જેની સ્થાપના ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ કરી હતી. આ પ્રોડક્શન હાઉસે ડૉન, ડૉન 2, દિલ ચાહતા હૈ, જીંદગી ના મિલેગી દોબારા જેવી બ્લૉકબસ્ટર ફિલ્મનું નિર્માણ કર્યુ છે.