જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં આજે સવારે 2G ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. જમ્મુ, સાંભા, કઠૂઆ અને ઉધમપુરમાં ઈન્ટરનેટ હવે કામ કરી રહ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય બની જશે. કલમ 370 નાબૂદ કર્યા બાદ તકેદારીના ભાગ રૂપે સરકારે ફોન અને ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાજ્યના વહિવટી તંત્રએ તમામ સ્કૂલો, કોલેજો અને સરકારી ઓફિસોને સોમવાર 19 ઓગસ્ટથી શરૂ કરવાના આદેશ આપ્યા છે.
દહેજનું દૂષણ: કારના મળતા લાલચુ પતિએ નિકાહ બાદ તરત કહ્યું- ‘તલાક-તલાક-તલાક’