Gujarat Exclusive > દેશ-વિદેશ > આઝાદીના નાયકોને ભૂલવામાં આવ્યા, જૂની ભૂલ સુધારી રહ્યો છે દેશ- અલીગઢમાં PM મોદી

આઝાદીના નાયકોને ભૂલવામાં આવ્યા, જૂની ભૂલ સુધારી રહ્યો છે દેશ- અલીગઢમાં PM મોદી

0
24

અલીગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અલીગઢનો પ્રવાસ કર્યો હતો. આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીને એક યૂનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરની ભેટ આપી છે.

પીએમ મોદીએ કિસ્સો સંભળાવ્યો

પીએમ મોદીએ કહ્યુ કે ગુજરાતના સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા અને લાલા હરદયાલને મળવા માટે પ્રથમ વિશ્વયુદ્ધના સમયે રાજા મહેન્દ્રસિંહ યુરોપ ગયા હતા, તે બાદ અફઘાનિસ્તાનમાં ભારતની પ્રથમ સરકાર બની હતી, આ સરકારનું નેતૃત્વ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે કર્યુ હતું. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારેમને શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓને પરત લાવવાની તક મળી હતી.

અલીગઢમાં કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, આજે પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે ઘણો મોટો દિવસ છે. પીએમ મોદીએ કહ્યુ કે આજે સ્વર્ગીય કલ્યાણ સિંહ હોત તો ઘણા ખુશ થાત. આઝાદીની લડાઇમાં કેટલાક એવા યોદ્ધા રહ્યા છે જેમનો પરિચય નવી પેઢીથી નથી કરાવવામાં આવ્યો. 20મી સદીની ભૂલને 21મી સદીનું ભારત સુધારી રહ્યુ છે.

આ પણ વાંચો: 16 સપ્ટેમ્બરે રાજભવનમાં નવા મંત્રી મંડળની શપથવિધિ યોજાશે

પીએમ મોદીએ કહ્યુ કે મહારાજા સુહેલદેવજી હોેય, છોટુરામ હોય કે પછી રાજા મહેન્દ્રસિંહજી, નવી પેઢીને તેમની ઓળખ કરાવવાનું કામ થઇ રહ્યુ છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, આ પ્રયાસોને ગતિ આપવામાં આવી રહી છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના યોગદાનને ક્યારેય ભૂલાવી શકાતુ નથી.

મુખ્યમંત્રી યોગીએ પીએમ મોદીનો આભાર માન્યો

આ કાર્યક્રમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબોધિત કર્યો હતો. યુપીના મુખ્યમંત્રીએ કહ્યુ કે આખી દુનિયા કોરોના સામે લડી રહી છે, આવા સમયમાં ભારતમાં જીવન અને જીવિકાને બચાવવા માટે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે. પીએમ મોદીની આગેવાનીમાં ભારત દુનિયા માટે મિસાલ બન્યુ છે.

યોગી આદિત્યનાથે કહ્યુ કે પીએમ મોદીની આગેવાનીમાં યુપીમાં રોકાણ વધ્યુ છે. અમે 1.61 કરોડ યુવાઓને રોજગાર આપ્યો છે. પીએમ મોદીએ જ ડિફેન્સ કૉરિડોરનો દાવો કર્યો હતો, જેના અલીગઢમાં આજે કામ શરૂ થઇ રહ્યુ છે. યુપી સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામ પર યૂનિવર્સિટી બની રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી છે, જેનાથી સમાજના દરેક તબક્કા માટે કામ થઇ રહ્યુ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat