Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશભરમાં શરૂ થયા ફ્રિ સામૂહિક રસીકરણ: 13 વિપક્ષી નેતાઓની કેન્દ્રને અપીલ

દેશભરમાં શરૂ થયા ફ્રિ સામૂહિક રસીકરણ: 13 વિપક્ષી નેતાઓની કેન્દ્રને અપીલ

0
29

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડા સહિતના વિપક્ષી નેતાઓએ રવિવારે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે દેશભરમાં તમામ હોસ્પિટલોમાં ફ્રિમાં ઓક્સિજન અને રસીકરણ કાર્યક્રમો ખાતરીપૂર્વક કરવામાં આવે.

સોનિયા ગાંધી, દેવ ગૌડા ઉપરાંત, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, JMMનાં નેતા અને ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેન, DMK નેતા એમ.કે. સ્ટાલિન, BSP પ્રમુખ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, CPIનાં જનરલ સેક્રેટરી ડી રાજા અને CPI (M) નાં જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ સંયુક્ત નિવેદન જાહેર કરી આ માંગણી કરી છે.

આ નેતાઓએ કહ્યું, “જ્યારે આપણા દેશમાં આ મહામારી નિયંત્રણ બહાર થઈ ગઈ છે, ત્યારે અમે કેન્દ્ર સરકારને તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાંકલ કરીએ છીએ.” તે જ રીતે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન માટે ફાળવાયેલા 35,000 કરોડ રૂપિયાનો ઉપયોગ થવો જોઈએ.”

દેશમાં અત્યાર સુધી આપવામાં આવેલી 67 ટકા રસી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 18 લાખથી વધુ રસી આપવામાં આવી છે. રસીકરણ અભિયાનના 106 માં દિવસે (1 મે), 18,26,219 રસી આપવામાં આવી, 15,968 સત્રો દ્વારા 11,14,214 લાભાર્થીઓને અને બીજો 7,12,005 લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat