Gujarat Exclusive > ગુજરાત > ગોકુલધામ નાર દ્ધારા વડતાલધામમાં ફ્રિ જેકેટ વિતરણ

ગોકુલધામ નાર દ્ધારા વડતાલધામમાં ફ્રિ જેકેટ વિતરણ

0
92

વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ફરજ બજાવતા 500થી વધુ કર્મચારીઓને જેકેટ વિતરણનો કાર્યક્રમ મંદિરના કોઠારી ડૉ.સંતસ્વામીના સાનિધ્યમાં યોજાયો હતો. આ પ્રસંગે વડતાલ પિઠાધિપતિ પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડતાલ સંસ્થાના ચેરમેન પૂ.દેવસ્વામીના આશીર્વાદ સાથે નાર ગુરુકુળના પૂ.શુકદેવસ્વામીએ કર્મચારીઓની સેવાને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા.

ડૉ.સંતસ્વામીએ જણાવ્યું હતું કે સેવા દરેક પ્રકારની હોય છે. અન્ન,વસ્ત્ર અને આરોગ્યની સેવા શિક્ષાપત્રીના આદેશ પ્રમાણે અતિ મહત્વની છે. આ પ્રસંગે લંડનથી ખાસ ઊપસ્થિત સુનિલ ઈનામદારે વડતાલ મંદિરમાં કોરોના અંતર્ગત વ્યવસ્થાઓને બિરદાવીને સેવકોને અભિનંદન આપ્યા હતા . સ્વામીનારાયણ ગુરુકુળના યુવાન અને ઉત્સાહી પૂ.શુકદેવસ્વામીના સૌજન્યથી મંદિરમાં ફરજ બજાવતા 500થી વધુ કર્મચારીઓને શીયાળાની ઋતુમાં જેકેટ વિતરણ કરવામાં આવેલ છે. વડતાલના આ સંતે જે સેવાની ધુણી દાખવી છે, તે આજે વડતાલમાં પ્રગટે છે.

આ પણ વાંચો: મધ્યયુગ બાદ પહેલી વખત ગિરનારની લીલી પરિક્રમા બંધ, લાગ્યું કોરોના ગ્રહણ

ભગવાન શ્રીહરિએ જ્યાં શિક્ષાપત્રી લખી છે તે વડતાલ ધામમાં શિક્ષાપત્રીના આદેશ મુજબ જે સેવાનું કાર્ય થઇ રહ્યુ છે તેનો વિશેષ આનંદ છે. જે દાતાઓ આ સંતમાં વિશ્વાસ રાખી સહયોગ આપે છે તેમનો પણ વડતાલ સંસ્થા આભાર માને છે. આમ ગોકુલધામ નાર દ્વારા વડતાલધામમાં ફ્રિ જેકેટની સેવા થઇ છે. આ પ્રસંગે પૂ.શુકદેવ સ્વામી (નાર), સુનિલભાઈ ઈમાનદાર લંડન , અક્ષર સ્વામી વિગેરે સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીકીત પટેલ અને શીવભદ્ર ચુડાસમાએ સંભાળ્યુ હતું.