Gujarat Exclusive > દેશ-વિદેશ > કારગિલ યુદ્ધના જાંબાઝ સૈનિક ડિટેન્શન કેમ્પમાંથી મુક્ત

કારગિલ યુદ્ધના જાંબાઝ સૈનિક ડિટેન્શન કેમ્પમાંથી મુક્ત

0
217

ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યાના એક દિવસ બાદ કારગિલ યુદ્ધમાં ભાગ લઈ ચૂકેલા સેનામાંથી નિવૃત સૈનિક મહોમ્મદ સનાઉલ્લાહને શનિવારે રાજ્યના ગોલપારા જિલ્લાના ડિટેન્શન કેમ્પમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

ગત મહિને અસમમાં સેનાના નિવૃત કેપ્ટનને અસમ પોલીસની સીમા શાખાએ વિદેશી નાગરિકના સબંધિક એક ન્યાયિક પ્રક્રિયા દ્વારા વિદેશી જાહેર કરવામાં આવ્યા બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તેમને પશ્ચિમી અસમની ગોલપારા જિલ્લાના ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવ્યા હતા.

શુક્રવારે ગુવાહાટી હાઈકોર્ટની એક ખંડપીઠે સનાઉલ્લાને તેમના વકીલ ઈન્દિરા જયસિંહ અને અનેક અન્ય લોકોની દલીલો સાંભળીને જામીન આપ્યા હતા. જો કે અદાલેત તેમને આદેશ આપ્યો હતો કે, તે પોલીસને જાણ કર્યા વિના મેટ્રોપોલિટન જિલ્લાના અધિકાર વિસ્તારને છોડીને નહી જઈ શકે.

ન્યાયાધીશ મનોજિત ભુઈયાં અને ન્યાયાધીશ પીકે ડેકાએ આ મામલા ભારત સરકાર, અસમ સરકાર, રક્ષા મંત્રાલય, અસમ પોલીસ અને તપાસ અધિકારી અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ના અધિકારીઓને નોટિસ પાઠવી છે.

અસમના કામરૂપ જિલ્લામાં બોકો અંતર્ગત આવનારા કલહિકાશ ગામના નિવાસી સનાઉલ્લાનો જન્મ 1967માં થયો હતો અને 1987માં તેઓ ભારતીય સેનામાં સામેલ થયા હતા. 2017માં તેમણે માનક કેપ્ટનના તરીકે સેવા નિવૃત થયા પહેલા 30 વર્ષો સુધી સેનામાં રહીને દેશની સેવા કરી છે.

સનાઉલ્લાને 2014માં ભારતીય સેનામાં જુનિયર કમીશન્ડ ઓફિસર તરીકે નિમણૂક થવા પર રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.