ભારતીય જનતા પાર્ટીએ પોતાની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં બીજેપીએ પોતાના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલા બીજેપી પોતાની ત્રણ યાદી જાહેર કરી ચૂકી છે. મળી રહેલી માહિતી અનુસાર, બીજેપીએ પાલનપુર સહિત સીટોના અન્ય ચાર ઉમેદવારોના નામ 15 નવેમ્બરે જાહેર કરી શકે છે.
Advertisement
Advertisement
ભાજપના અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ અપાવામાં આવશે તેની ચર્ચા પહેલાથી થઇ રહી હતી. તેવામાં અલ્પેશની સાથે સંકળાયેલા ધવલસિંહને બાયડ બેઠક પર ભાજપની ટિકિટ ન મળતાં નારાજ છે. ત્યારે બાયડ ખાતે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાની માંગ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરો કમલમ પહોંચ્યા હતા.
ભાજપના કાર્યકર્તાઓએ કમલમમાં હોબાળો કર્યો તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ ભવન માથે લીધુ
ભાજપના અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ અપાવામાં આવશે તેની ચર્ચા પહેલાથી થઇ રહી હતી. તેવામાં અલ્પેશની સાથે સંકળાયેલા ધવલસિંહને બાયડ બેઠક પર ભાજપની ટિકિટ ન મળતાં નારાજ છે. ત્યારે બાયડ ખાતે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાની માંગ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરો કમલમ પહોંચ્યા હતા.
જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની માગ કરી NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધી ભવને માથે લીધું હતું. અહીં તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીની તસવીરોને સળગાવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવવામાં આવેલા પ્રદેશ પ્રમુખના અત્યાર સુધીનાં બેનરમાંથી કેટલાંકને તોડી દેવાયાં હતાં અને કેટલાંક પર કાળી શાહી લગાવી હતી. કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને રિપીટ કર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આદમી પાર્ટીમાં જોડાશે. વિપુલ ચૌધરી હાલ 800 કરોડના કૌભાંડ મામલે જેલમાં છે. પરંતુ ગાંધીનગરના ચરાડા ખાતે કેજરીવાલની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવશે. તેમજ વિસનગર વિધાનસભા સીટ પરથી આપમાંથી ચૂંટણી લડશે.
- અલ્પેશ ઠાકોર ને ગાંધીનગર દક્ષિણથીલડાવશે ભાજપ..
- રાધનપુર ની ટિકિટ લવિંગજી ઠાકોરને અપાઈ..
- ગાંધીનગર ઉત્તરના ઉમેદવાર બન્યા શ્રીમતી રીટાબેન પટેલ..
- વટવામાં ભારે ખેંચતાણ પછી બાબુસિંહ જાદવ પર પસંદગીનો કળશ ઢોળાયો
- સયાજીગંજની ટિકિટ કેયુર રોકડિયા ને અપાઈ
- હજુ ચાર ઉમેદવારના નામ નું એલાન આવતીકાલ સુધીમાં કરવામાં આવશે
Advertisement