Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર પ્રદેશ: સુરત જતાં લોકોને ડિબ્રૂગઢ રાજધાનીએ અડફેટમાં લીધા, 4ના મોત

ઉત્તર પ્રદેશ: સુરત જતાં લોકોને ડિબ્રૂગઢ રાજધાનીએ અડફેટમાં લીધા, 4ના મોત

0
258

ઉત્તર પ્રદેશના ઈટાવામાં સોમવારે ડિબ્રૂગઢ-રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતાં 4 લોકોના મોતની ઘટના સામે આવી છે,

આ અંગે અપર પોલીસ અધિક્ષક રામયશ સિંહના જણાવ્યા પ્રમાણે, ઈટાવાના બલરઈ રેલવે સ્ટેશન પર રેલવે લાઈન નજીક ઉભા રહેલા 4 લોકોને ડિબ્રૂગઢ રાજધાની એક્સપ્રેસે પોતાની અડફેટમાં લઈ લીધા હતા. આ ચારે મૃતકો મુજફ્ફરપુરથી બાંદ્રા (મુંબઈ) જઈ રહેલી અવધ એક્સપ્રેસના મુસાફરો હતા. અવધ એક્સપ્રેસ મકો બલરઈ રેલવે સ્ટેશનને લૂપ લાઈન પર અટકાવીને કાનપુર તરફથી આવી રહેલી રાજધાની એક્સપ્રેસને પસાર કરાવવામાં આવી રહી હતી. આ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.

પોલીસે વધુમાં જણાવ્યું કે, તમામ મૃતકો કૌશાંબી જિલ્લાના રહેવાશી છે. આ તમામ લોકો અવધ એક્સપ્રેસ દ્વારા મજૂરી કરવા માટે સુરત જઈ રહ્યાં હતા. રેલવેના વરિષ્ઠ અધિકારીઓને આ મામલે જાણ કરી દેવામાં આવી છે. હાલ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.