જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચેની અથડામણમાં ચાર ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.
Advertisement
Advertisement
જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે શોપિયાંના દ્રાચમાં માર્યા ગયેલા ત્રણ ઉગ્રવાદીઓ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હતા, જ્યારે શોપિયાંના મૂલૂમાં માર્યા ગયેલા એક ઉગ્રવાદી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા.
સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે આ અથડામણ ત્યારે થઈ રહી છે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરની મુલાકાતે છે, 3 ઓક્ટોબરથી ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે.
મંગળવારે તેમણે જમ્મુના રાજૌરીમાં જનસભાને સંબોધી હતી. તેઓ પોતાના પ્રવાસ દરમિયાન બારામુલ્લાની પણ મુલાકાત લેશે.
કાશ્મીરના ADG પોલીસ વિજય કુમારે સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, “પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ સ્થાનિક આતંકવાદીઓ શોપિયાંના દ્રાચમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. બીજી એન્કાઉન્ટર શોપિયાના જ મુલુ વિસ્તારમાં ચાલી રહી છે.
“મૃત આતંકવાદીઓ હનાન બિન યાકુબ અને જમશેદ તાજેતરમાં 2 ઓક્ટોબરના રોજ પુલવામાના પિંગલાનામાં એસપીઓ જાવેદ ડારની હત્યામાં અને 24 સપ્ટેમ્બરે પુલવામામાં પશ્ચિમ બંગાળના એક બહારના મજૂરની હત્યામાં સામેલ હતા.”
ANI અનુસાર, મુલુમાં એક સ્થાનિક ઉગ્રવાદી પણ માર્યો ગયો છે. એજન્સીએ પોલીસને ટાંકીને કહ્યું કે “આ વ્યક્તિ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.”
Advertisement