Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, બ્રિટનથી આવેલા ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, બ્રિટનથી આવેલા ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ

0
287

new corona strain

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થતા તંત્ર દોડતુ થયુ છે. બ્રિટનથી આવેલા ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચાર લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા છે. હાલ ચારેય દર્દીઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 23 તારીખે 175 મુસાફર લંડનથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. જેમના રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યા હતા. પૂણે વાયરોલોજીના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. જોકે, હજુ 6 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.

SVP હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાઇ new corona strain

અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોનાના નવા સ્ટ્રેનના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.ચાર લોકોમાં એક દંપત્તિ, એક મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. એસવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે ત્યારે નવા સ્ટ્રેનના કેસ સામે આવતા તેમની અલગ સારવાર શરૂ કરવામાં આવી છે.  કોરોનાના નવા સ્ટ્રેનની ગુજરાતમાં એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ કોરોનાના નવા સ્ટ્રેન મળેલા લોકોના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ શરૂ કર્યુ છે. કોરોનાના નવા સ્ટ્રેનને લઇને ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: દેશમાં ફ્રી મળશે કોરોના વેક્સીન, ડ્રાઇ રન વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની મોટી જાહેરાત new corona strain

રાજકોટનો યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ

બ્રિટનથી રાજકોટ આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 15 ડિસેમ્બરે લંડનથી આવેલા 31 વર્ષીય હિત ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેનના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઇ તેણે પૂણા લેબમાં મોકલવામાં આવ્યા છે. પરિવારના સભ્યોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને નવા સ્ટ્રેનની શંકાના આધારે સેમ્પલ પૂણા મોકલવામાં આવ્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9