બેંગ્લોર: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિચિત્ર અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવી રહ્યો છે, જે આ દિવસોમાં સમાચારોમાં છે. તાજેતરમાં એક વ્યક્તિએ ઈન્ટરનેટ પર પોતાની આપવીતિ કહી છે, તે જાણીને ‘તમારા ચહેરા પરનો રંગ પણ ઉડી જશે’. અસલમાં, બેંગલુરુમાં થોડા દિવસો પહેલા મુશળધાર વરસાદને કારણે હજારો વાહનો પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. તેથી કાર માલિકોને ગાડીઓ રિપેરિંગ સેન્ટરમાં મોકલવા માટે મજબૂર બન્યા હતા. આ સિલસિલામાં એક Volkswagen Polo Hatchback કારના માલિકે પણ પોતાની ગાડી રિપેરિંગ માટે આપી હતી, પરંતુ જે બિલ આવ્યું હતું તે જોઈને કાર માલિકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
Advertisement
Advertisement
તમે અત્યાર સુધી સાંભળ્યું જ હશે કે કોઈ વ્યક્તિનું વીજળીનું બિલ લાખો રૂપિયામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય કાર રિપેરિંગનું બિલ તેની કિંમત કરતાં 2 ગણું વધારે આવતું જોયું છે? તો કોઈપણ વસ્તુને રીપેર કરવા માટે કેટલો ખર્ચ થશે? કોઈ પણ વસ્તુના સમારકામનો ખર્ચ તે વસ્તુ કરતાં બમણો થવાનો કોઈ તર્ક બનતો નથી, પરંતુ આવું બેંગ્લોરમાં બન્યું છે, જ્યાં 11 લાખ રૂપિયાની કારના રિપેરિંગનો ખર્ચ 22 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પોલોના માલિક અનિરુદ્ધ ગણેશ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર આ માહિતી આપી છે.
બેંગલુરુમાં રહેતા અમેઝોનમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા અનિરુધ ગણેશે LinkedIn પર પોસ્ટ કર્યું કે તેણે પોતાની ફોક્સવેગન કાર રિપેરિંગ સેન્ટરમાં રિપેરિંગ માટે મોકલી છે. તેણે કહ્યું કે, કારની કિંમત 11 લાખ રૂપિયા છે, પરંતુ કાર રિપેરિંગ સેન્ટરે તેને 22 લાખનું બિલ આપ્યું, ત્યારબાદ તેણે વીમા કંપનીનો પણ સંપર્ક કર્યો. આશ્ચર્યની વાત એ છે કે, સર્વિસ સેન્ટરે ક્ષતિગ્રસ્ત કારના દસ્તાવેજો તૈયાર કરવાના બદલામાં તેમની પાસેથી 44,840 રૂપિયાની માંગણી કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, અનિરુદ્ધ ગણેશે ફરી એક ઈ-મેલ મોકલીને ફોક્સવેગન મેનેજમેન્ટને પોતાની સમસ્યા જણાવી જેના પછી કંપનીએ પોતાની ભૂલ સ્વીકારીને 5 હજાર રૂપિયામાં મામલો પતાવ્યો હતો. જોકે, ત્યાર સુધીમાં તો અનિરુદ્ધ ગણેશની પોસ્ટ ઈન્ટરનેટ પર પવનની જેમ ફેલાઈ ગઈ.
Advertisement