Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > બ્રિસ્બનઃ ભારત ટેસ્ટ અને શ્રેણી ઐતિહાસિક વિજયની આરે, પંત- ગિલે કર્યા રેકોર્ડ

બ્રિસ્બનઃ ભારત ટેસ્ટ અને શ્રેણી ઐતિહાસિક વિજયની આરે, પંત- ગિલે કર્યા રેકોર્ડ

0
130

પંતે વિકેટ કિપર તરીકે ધોનીનો, ગિલે ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો

બ્રિસ્બનઃ બ્રિસ્બનના ગાબા સટેડિયમમાં ભારત ઔસી સામે ઐતિહાસિક ટેસ્ટ/શ્રેણી જીતની નજીક પહોંચી ગયું છે. છેલ્લા દિવસે 20 ઓવર બાકી રહેતા ભારતે 5 વિકેટે 265 રન બનાવી લીધા. મેચ અને શ્રેણી પર કબજો કરવા માટે ટીમ ઇન્ડિયાને 328 રનની જરૂર છે.

મેચના છેલ્લા દિવસે ભારતે 328 રનનો પીછો કરતા ગઇ કાલના વિના વિકેટ ચાર રનથી રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ રોહિત શર્મા માત્ર 3 રન ઉમેરી 7 રને પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. તેનો કેચ વિકેટ કિપર પેને ઝડપ્યો હતો. ત્યાર બાદ ગિલ અને પુજારાએ બાજી સંભાળી લીધી હતી. ઉપરાંત કેપ્ટન રહાણેએ 24 રનનો ફાળો આપ્યો.

આ પણ વાંચોઃ INDvsAUS: સિરાજ-શાર્દૂલે ભારત માટે બ્રિસ્બન ટેસ્ટ-શ્રેણી વિજયના દ્વ્રાર ખોલ્યા

ઓપનિંગમાં ગિલના નાની વયે ચોથા દાવમાં  50+

અત્યારે ક્રિઝ પર પંત 51, અને મયંક અગ્રવાલ 9 રને રમતમાં છે. અગાઉ શુભમન ગિલે નર્વસ નાઇન્ટીનો ભોગ બનતા પહેલાં 91 રન કર્યા. તેણે ઓપનર તરીકે સૌથી નાની વયે ચોથી દાવમાં 50 રન કરવાનો રેકોર્ડ કર્યો.

અગાઉ આ રેકોર્ડ મહાન બેટ્સમેન સુનીલ ગાવલ્કરના નામે હતો. ગિલે 21 વર્ષ અને 133 દિવસે ટેસ્ટની ચોથી ઇનિંગમાં 91 રન કર્યા. આ તેનો સર્વોચ્ચ સ્કોર પણ છે. જ્યારે ગાવસ્કરે 21 વર્ષ 243 વર્ષની વયે 67 રન કર્યા હતા. તેમણે 1970માં વેસ્ટ ઇન્ડીઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં આ સિદ્ધિ મેળવી હતી.

સ્ટીવ વોની જેમ પોકેટમાં લાલ રૂમાલ રાખે છે ગિલ

શુભમન ગિલ ઓસ્ટ્રેલિયાના લિજેન્ડરી ખેલાડી સ્ટીવ વોની જેમ પોકેટમાં લાલ રૂમાલ રાખે છે. સ્ટીવ વો પણ બેટિંગ કરતી વખતે ખિસ્સામાં લાલ રૂમાલ રાખતા હતા. ગિલનો રૂમાલવાળો વીડિયો સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને ઘરઆંગણે 7 વિકેટે પછાડ્યું, રુટની બેવડી સદી

ગિલ-પુજારા વચ્ચે બીજી વિકેટની 114 રનની ભાગીદારી

શુભમન ગિલે ચેતેશ્વર પુજારા (54) બીજી વિકેટમાં 114 રનની મહત્વની ભાગીદાર કરી. ગિલે આ સીરિઝમાં જ ડેબ્યુ (મેલબોર્ન-બીજી ટેસ્ટ) કર્યું અને શાનદાર રમત દાખવી ત્રણ ટેસ્ટમાં 45, 25,50,31, 7 અને 91 સહિત કુલ 259 રન નોંધાવ્યા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.

વિકેટકિપર તરીકે 27 ઇનિંગમાં 1000 રન

ઋષભ પંત સૌથી ઓછી ઇનિંગમાં 1000 ટેસ્ટ રન કરવાનો ભારતીય વિકેટકિપર બની ગયો. તેણે 27 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી અગાઉ ધોનીએ 32 ઇનિંગમાં આ રેકોર્ડ કર્યો હતો. તે પહેલાં ફારુખ એન્જીનિયર (36), રિદ્ધિમાન સહા (37) અને નયન મોંગિયા(39)ના નામે ઓછી ઇનિંગ્સમાં રેકોર્ડ નોંધાયેલા છે.

 પુજારાની ટેસ્ટમાં સૌથી ધીમી અડધી સદી

ગુજરાતનો ખેલાડી ચેતેશ્વર પુજારા 211 બોલમાં 56 રન આઉટ થયો. આ તેની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ધીમી અડધી સદી છે. અગાઉ આ જ સીરિઝમાં સિડનીમાં 174 બોલમાં અડધી સદી કરી હતી. પરંતુ મહત્વની એટલા માટે કે બ્રિસ્બન જેવી વિકેટ પર તેણે ગિલ સાથે 114 રનની ભાગીદારી કરી અને વિકેટ સાચવી, પુજારાની આ 28મી ટેસ્ટ અડધી સદી છે.

આ પણ વાંચોઃ ભવિષ્યની કાર, જે વગર ડ્રાઈવરે ઉડશે અને ઉતરશે

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9