Gujarat Exclusive > દેશ-વિદેશ > પૂર્વ કેન્દ્રીય મંત્રી ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન, મેંગલુરૂની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

પૂર્વ કેન્દ્રીય મંત્રી ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન, મેંગલુરૂની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

0
29

મેંગલુરૂ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન થયુ છે. કર્ણાટકના મેંગલુરૂમાં ઓસ્કર ફર્નાન્ડિસે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલ તરફથી પૃષ્ટી કરવામાં આવી છે અને જલ્દી નિવેદન જાહેર કરવામાં આવશે.

80 વર્ષના ઓસ્કર ફર્નાન્ડિસ લાંબા સમયથી બીમાર હતા અને કેટલાક અઠવાડિયાથી તેમણે મેંગલુરૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે યોગ કરતા તેમણે ઇજા થઇ હતી, તે બાદ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઇ ગયુ હતુ.

ગાંધી પરિવારના નજીક હતા ઓસ્કર ફર્નાન્ડિસ

ઓસ્કર ફર્નાન્ડિસની ગણના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નજીકનામાં થાય છે. તે યુપીએ સરકારમાં રોડ-પરિવહન મંત્રી રહી ચુક્યા હતા. હજુ પણ ઓસ્કર ફર્નાન્ડિસ રાજ્યસભા સાંસદ હતા.

આ પણ વાંચો: PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવી શુભેચ્છા

યુપીએ સરકારના બન્ને કાર્યકાળમાં મંત્રી રહી ચુકેલા ઓસ્કર ફર્નાન્ડિસ લાંબા સમયથી ગાંધી પરિવાર સાથે કામ કરી રહ્યા હતા. રાજીવ ગાંધીના તે સંસદીય સચિવ રહી ચુક્યા છે.

વર્ષ 1980માં કર્ણાટકના ઉડપ્પી લોકસભા બેઠક પરથી તે સાંસદ ચૂંટાયા હતા, તે બાદ 1996 સુધી અહીથી સતત જીતતા આવ્યા હતા. વર્ષ 1998માં કોંગ્રેસે તેમણે રાજ્યસભા મોકલી દીધા હતા, ત્યારથી તે રાજ્યસભા સાંસદના સભ્ય હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat