Gujarat Exclusive > દેશ-વિદેશ > સમાજવાદી પાર્ટીના સાંસદ બેની પ્રસાદ વર્માનું નિધન, લખનઉંમાં લીધા અંતિમ શ્વાસ

સમાજવાદી પાર્ટીના સાંસદ બેની પ્રસાદ વર્માનું નિધન, લખનઉંમાં લીધા અંતિમ શ્વાસ

0
445

લખનઉં: સમાજવાદી પાર્ટીના કદાવર નેતા ગણાતા બેની પ્રસાદ વર્માનું નિધન થયુ છે. શુક્રવારે લખનઉંમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે લાંબા સમયથી અસ્વસ્થ હતા. તે પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા. યુપીએ 2 સરકારમાં બેની પ્રસાદ વર્મા કેન્દ્રીય યુનીયન સ્ટીલ મિનિસ્ટર બન્યા હતા. બેની પ્રસાદ વર્માના નિધન બાદ તેમના પ્રશંસકોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. ટ્વીટમાં લખ્યુ છે, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય બેની પ્રસાદ વર્માજી અને અમારા બધાના પ્રિય બાબુજીનું નિધન પુરાય નહી તેવી ક્ષતિ છે. શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના.

મહત્વપૂર્ણ છે કે પ્રથમ વખત 1992માં ઉત્તર પ્રદેશમાં કેસરગંજથી લોકસભાની ચૂંટણી જીતીને બેની પ્રસાદ વર્મા કેબિનેટ મંત્રી બન્યા હતા, તેમણે લખનઉં યૂનિવર્સિટીથી બીએ અને એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને પછી રાજકારણમાં આવ્યા હતા. તે લાંબા સમય સુધી ઉત્તર પ્રદેશ રાજ્યમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં મંત્રી પણ રહ્યા હતા.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

બ્રિટનમાં કોરોનાનો કહેર, PM બોરિસ બાદ સ્વાસ્થ્ય મંત્રી પણ બન્યા Covid-19નો શિકાર