Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > વનડેમાં પસંદગી છતાં રમવાથી વંચિત પૂર્વ રણજી ખેલાડીએ કરી આત્મહત્યા

વનડેમાં પસંદગી છતાં રમવાથી વંચિત પૂર્વ રણજી ખેલાડીએ કરી આત્મહત્યા

0
242

બેંગલુરુઃ ભારતીય ક્રિકેટના એક સારા ઓલરાઉન્ડર એમ સુરેશકુમારે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. એમ સુરેશ કુમાર ઓલરાઉન્ડર હતા અને રણજી ટ્રોફીના ખુબ સારા ઓલરાઉન્ડર હતા. 47 વર્ષના સુરેશકુમાર ‘ઉંબરી’ના નામે ઓળખાતા હતા.

આ અંગે પોલીસે જણાવ્યું છે કે, એમ સુરેશકુમારનો મૃતદેહ તેમના અલાપ્પુઝાના ધરમાં લટકેલી હાલતમાં મળ્યો હતો. સુરેશે શા માટે આત્મહત્યા કરી તે વિશે તપાસ ચાલી રહી છે. તેમણે શુક્રવારે જીવન ટુંકાવ્યું હોવાનું કહેવાય છે.

એમ સુરેશ કુમાર સાલ 1992 અને 1993માં રણજી ડેબ્યું કર્યું હતું અને 2005 અને 2006માં તેઓએ 72 મેચ રમી હતી. સુરેશ કુમારે જેમાં 1657 રન બનાવ્યા હતા અને આ સાથે જ 196 વિકેટ પણ લીધી હતી. જો કે આ મહાન ખેલાડીને ઈન્ડિયા ટીમમાં ક્યારેય રમવાની તક મળી ન હતી.

સુરેશે 1995-96માં રાજસ્થાન સામેની રણજી ટ્રોફી મેચમાં કેરળ વતી હેટટ્રીક મેળવી હતી. પ્રથમ રણજી સીઝનમાં સુરેશે કેરળ વતી 1994-95માં 164 રન આપી 12 વિકેટ ખેરવી હતી. ઘરેલુ ક્રિકેટમાં 1991-92માં શરુઆત કરનારા સુરેશે 2005માં નિવૃત્તિ જાહેર કરી હતી.

આ પણ વાંચો: ધોનીની દિકરીને ધમકી આપનાર વિકૃત સગીર કચ્છમાંથી ઝડપાયો

સુરેશ કુમારે કેરળથી 52 રણજી મેચ રમી હતી અને તેણે રેલ્વે તરફથી 17 રણજી મેચ રમી હતી. ન્યૂઝીલેન્ડ સામેની એ શ્રેણીમાં સ્ટીફન ફ્લેમિંગ અને ડિયોન નેશ હતા. કુમાર હાલમાં રેલ્વેમાં કામ કરતો હતો. સુરેશ કુમારે દક્ષિણ ઝોન અને સેન્ટ્રલ ઝોન વતી દુલિપ ટ્રોફીમાં મેચોમાં ભાગ લીધો હતો.

 

એમ સુરેશને ભારત માટે 1990માં અન્ડર- 19માં રાહુલ દ્રવિડના નેતૃત્વ હેઠળ રમવાની તક મળી હતી.  જ નહીં, એમ સુરેશની 1992 માં વનડે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને મેચ રમવાનો મોકો મળ્યો ન હતો.

સુરેશના શાનદાર રેકોર્ડને જોતા, ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક ન મળવું દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવતું હતું. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે એમ સુરેશની બોલિંગની પ્રશંસા કરી છે.

સુરેશ કુમારે 13 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. એમ. સુરેશે 90 ના દાયકામાં તમિલનાડુ સામે કેરળની પહેલી જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.