Gujarat Exclusive > દેશ-વિદેશ > પૂર્વ PM મનમોહન સિંહે કોરોનાને આપી માત, હોસ્પિટલમાંથી મળી રજા

પૂર્વ PM મનમોહન સિંહે કોરોનાને આપી માત, હોસ્પિટલમાંથી મળી રજા

0
46

નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા મનમોહન સિંહને એઈમ્સ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. મનમોહન સિંહ થોડા દિવસો પહેલા જ કોરોનાથી સંક્રમિત થયા હતા, જે બાદ તેમને 19 એપ્રિલે એઈમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે હવે તેઓ સ્વસ્થ છે અને કોરોના સંક્રમણમાંથી બહાર આવી ગયા હોવાથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. Manmohan Singh

અહીં જણાવી દઈએ કે, મનમોહન સિંહ (Manmohan Singh) 88 વર્ષના છે અને તેઓ કોરોના વૅક્સિનના બન્ને ડોઝ લઈ ચૂક્યા છે. કોરોના વિરોધી રસી લીધા બાદ પણ તેઓ સંક્રમિત થયા હતા અને તેમને સુગરની સમસ્યા પણ પહેલાથી જ હતી.

ડૉ મનમોહન સિંહની (Manmohan Singh) બે બાયપાસ સર્જરી પણ થઈ ચૂકી છે. 1990માં તેમને પ્રથમ સર્જરી યુકેમાં થઈ હતી. જ્યારે 2004માં એસ્કોર્ટ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 2009માં એઈમ્સમાં બીજી વખત બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. મનમોહન સિંહને સામાન્ય તાવ આવ્યા બાદ તેમણે રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો:  રાજકોટ: ‘Hello..હું જાનકી..!‘ કહી ખેડૂતને હનીટ્રેપમાં ફસાવવા જતી ટોળકી ઝડપાઈ Manmohan Singh

ઉલ્લેખનીય છે કે, મનમોહન સિંહે (Manmohan Singh) થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કોરોના સંદર્ભે ચેતવણી આપી હતી. કોરોનાથી લડવા માટેના 5 ઉપાયો સૂચવતા તેમણે પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે કોરોના સામે જંગ જીતવા માટે વૅક્સિનેનશને વેગ આપવા પર ભાર મૂક્યો હતો. Manmohan Singh

તેમણે જણાવ્યું હતું કે, માત્ર વૅક્સિનેશનમાં કુલ કેટલા લોકો સામેલ થયા તે ના જોવું જોઈએ, પરંતુ એ જોવું જોઈએ કે દેશની કેટલા ટકા વસ્તીને કોરોના વિરોધી રસી અપાઈ ચૂકી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat