Gujarat Exclusive > દેશ-વિદેશ > આર્ટિકલ 35-Aને લઇને ભડક્યા મહબૂબા, કહ્યું- ‘છેડછાડ માટે જે હાથ ઉઠાવશે તે રાખ થઇ જશે’

આર્ટિકલ 35-Aને લઇને ભડક્યા મહબૂબા, કહ્યું- ‘છેડછાડ માટે જે હાથ ઉઠાવશે તે રાખ થઇ જશે’

0
348

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 35 Aને લઇને પૂર્વ સીએમ અને પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ ભડકાઉ નિવેદન કર્યુ છે. મહબૂબા મુફ્તિએ કહ્યું કે તેની (35A) સાથે છેડછાડનો અર્થ બારૂદને હાથ લગાવવાનો છે, તે બાદ મહબૂબાએ કહ્યું કે જે હાથ 35A સાથે છેડછાડ માટે ઉઠશે, તે હાથ જ નહી પણ આખુ શરીર બળીને રાખ થઇ જશે. મહબૂબાએ આ નિવેદન શ્રીનગરમાં એક રેલી દરમિયાન કર્યુ હતું. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની મોદી સરકારે કાશ્મીર ઘાટીમાં કેન્દ્રીય દળોના આશરે 10 હજારથી વધુ જવાન મોકલવાનો આદેશ કર્યો છે. સરકારના આ નિર્ણય બાદ રાજ્યમાં હલચલ તેજ થઇ ગઇ છે. મહબૂબા સહિત અબ્દુલ્લા અને બીજા નેતાઓએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી.

આર્ટિકલ 35એને લઇને રાજકારણ ગરમાયુ

મોદી સરકારના કાશ્મીરમાં 10 હજાર જવાનોની તૈનાતીના નિર્ણય બાદ રાજ્યને વિશેષ અધિકાર આપનારા આર્ટિકલ 35એને હટાવવાની માંગ થઇ રહી છે.જોકે, સરકારે આ મામલે કોઇ નિવેદન આપ્યુ નથી.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આતંકવાદ વિરૂદ્ધ ઓપરેશન અને કાયદા-વ્યવસ્થામાં મદદ માટે આ વધારાના જવાનોને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે બાદ મહબૂબા મુફ્તીએ 35-એને લઇને શ્રીનગરમાં કહ્યું, ’35A સાથે છેડછાડ કરવી બારૂદને હાથ લગાવવા બરાબર હશે, જે હાથ 35A સાથે છેડછાડ કરવા માટે ઉઠશે તે હાથ જ નહી આખુ શરીર રાખ થઇ જશે.’

મહબૂબાએ વ્યક્ત કરી

સૈનિકોની તૈનાતીના નિર્ણય બાદ મહબૂબા મુફ્તીએ કેન્દ્રના આ નિર્ણયની ટિકા કરતા કહ્યું હતું કે આ રાજકીય સમસ્યા છે, તેને સેન્ય રીતે હલ ના કરી શકાય. મહબૂબાએ પોતાના ટ્વિટર પર લખ્યુ, ‘ઘાટીમાં વધુ 10,000 સૈનિકોને તૈનાત કરવાના કેન્દ્રના નિર્ણયે લોકોમાં ભય ઉભો કરી દીધો છે. કાશ્મીરમાં સુરક્ષા દળોની કોઇ કમી નથી. જમ્મુ-કાશ્મીર એક રાજકીય સમસ્યા છે જેને સેન્ય રીતે હલ ના કરી શકાય. ભારત સરકારે પોતાની નીતિ પર ફરી વિચાર કરવો જોઇએ.’

શું છે જમ્મુ-કાશ્મીરની વિવાદીત કલમ 35A? જેને દૂર કરવામાં લાગ્યુ ભાજપ