Gujarat Exclusive > દેશ-વિદેશ > કાશ્મીર: ઉમર-મહેબુબા પછી હવે પૂર્વ IAS શાહ ફૈસલ પર લાગ્યો PSA

કાશ્મીર: ઉમર-મહેબુબા પછી હવે પૂર્વ IAS શાહ ફૈસલ પર લાગ્યો PSA

0
122

પૂર્વ IAS અને જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ (JKPM)ના ચીફ શાહ ફૈસલ પર પણ પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લગાવી દેવામાં આવ્યો છે. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ શાહ ફૈસલની અટકાયત કરવામાં આવી હતી. પીએસએ હેઠળ કોઇ ટ્રાયલ વગર ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી કસ્ટડીમાં રાખી શકાય છે.

આ પહેલા સરકાર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, ફારૂક અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી પર પીએસએ હેઠળ કેસ દર્જ કરી ચુકી છે. આ સિવાય પણ અલી મોહમ્મદ સાગર, સરતાજ મદની, હિલાલ લોન, નઇમ અખ્તર પર પણ પીએસએ લગાવવામાં આવ્યો છે.

શું છે PSA?

સરકાર તમને પબ્લિક સેફ્ટી પર ખતરો માને છે અથવા રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો માને છે તો, સરકાર શંકાના આધારે તમને કસ્ટડીમાં લઈ શકે છે. ભલે તમે કોઈ ગુનો ના કર્યો હોય પરંતુ સરકારને શંકા છે કે તમે પબ્લિક સેફ્ટી માટે ખતરો સાબિત થઈ શકો છો તો, તો પણ સરકાર તમને શંકાના આધારે અટકાયતમાં લઈ શકે છે.

શેખ અબ્દુલ્લા સરકારમાં લાવવામાં આવેલા PSAને 8 એપ્રિલ, 1978ના રોજ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલની મંજૂરી મળી હતી. PSAને લાકડાની દાણચોરી પર લગામ લગાવવા માટે લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ વહીવટીતંત્ર કોઈ વ્યક્તિને ટ્રાયલ વગર 2 વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકે છે. શરૂઆતમાં આ કાયદા હેઠળ 16 વર્ષથી વધારેના સગીરને પણ કસ્ટડીમાં રાખી શકાતો હતો.

જોકે બાદમાં તેમા સુધારો કરી દેવામાં આવ્યો હતો, જે બાદ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાતો નથી. ‘કોઈ વ્યક્તિની ગતિવિધી દ્વારા રાજ્યને ખતરો’ હોવાની સ્થિતિમાં અથવા કોઈ વ્યક્તિની ગતિવિધિ દ્વારા ‘કાયદા વ્યવસ્થાને નુકશાન થવાના ખતરા’ હોવાની સ્થિતિમાં પણ જે-તે વ્યક્તિને PSA હેઠળ કસ્ટડીમાં રાખી શકાય છે. PSA હેઠળ કોઈ વ્યક્તિની કસ્ટડીનો આદેશ ડિવિઝનલ કમિશનર અથવા ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ તરફથી જારી થાય છે.

શું 70 લાખ અમદાવાદ-ગાંધીનગરના રહેવાસીઓના જીવનને જોખમમાં મૂકી રહી છે સરકાર?