Gujarat Exclusive > દેશ-વિદેશ > છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું નિધન, CM શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું

છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું નિધન, CM શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું

0
330

છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું શુક્રવારનાં રોજ નિધન થયું છે. અજીત જોગીને હાર્ટ એટેક આવ્યાં બાદ તેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. તેઓ 20 દિવસથી રાયપુરની હોસ્પિટલમાં ભરતી હતાં. તેઓનાં નિધનની જાણકારી તેઓનાં પુત્ર અમિત જોગીએ ટ્વિટ કરીને આપી છે.

તેઓએ જણાવ્યું કે, ’20 વર્ષીય યુવા છત્તીસગઢ રાજ્યનાં માથેથી આજે તેનાં પિતાનો સપોર્ટ ચાલ્યો ગયો. માત્ર હું જ નહીં પરંતુ પૂરા છત્તીસગઢે નેતા નહીં, પોતાના પિતા ખોયા છે. અજીત જોગી અઢી કરોડ લોકોનાં પરિવારને છોડીને ઇશ્વર પાસે ચાલ્યાં ગયાં છે. ગામ-ગરીબનો સહારો, છત્તીસગઢનાં દુલારા, અમારાથી ખૂબ દૂર ચાલ્યાં ગયાં.’

શનિવારનાં રોજ થશે અંતિમ સંસ્કાર
અજીત જોગીનાં પુત્ર અમિત જોગીએ ટ્વિટર પર પૂર્વ CMનાં મોતનાં સમાચારની પુષ્ટિ કર્યા બાદ તેઓએ તેમ પણ જણાવ્યું કે, તેઓનાં અંતિમ સંસ્કાર શનિવારનાં રોજ અજીત જોગીનાં જન્મસ્થાન ગોરૈલામાં થશે.

અજીત જોગીનું નિધન 74 વર્ષની ઉંમરે થયું છે. અમલદારથી લઇને રાજનેતા બનેલા અજીત જોગી, છત્તીસગઢનાં પ્રથમ મુખ્યમંત્રી રહ્યાં છે. મધ્યપ્રદેશથી છત્તીસગઢનાં ભાગલા બાદ તેઓ નવેમ્બર 2000થી નવેમ્બર 2003 સુધી મુખ્યમંત્રી રહ્યાં. જોગીએ 2016માં કોંગ્રેસ છોડી દીધી હતી અને પોતાની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢની સ્થાપના કરી હતી.

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરીને તેમનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘છત્તીસગઢનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનાં નિધનથી દુઃખી છું. હું તેમનાં ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પિત કરું છું. મારી સંવેદનાઓ શોકાકુળ પરિવારની સાથે જ છે. ઇશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને તેને કઠીન સમયમાં તેમનાં પરિવારજનોને બળ પ્રદાન કરે.’

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

લોકડાઉન-5ને લઇ ગુજરાતમાં ફરીથી બધુ બંધ થશે એ માત્ર એક અફવાઃ વિજય રૂપાણી