Gujarat Exclusive > દેશ-વિદેશ > પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું અવસાન, લાંબા સમયથી હતા બીમાર

પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું અવસાન, લાંબા સમયથી હતા બીમાર

0
142

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જસવંત સિંહ (Jaswant Singh)નું 82 વર્ષે અવસાન થયું છે. જસવંત સિંહના અવસાન પર વડાપ્રધાન મોદી (PM Modi), સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે.

PM મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે,
જસવંત સિંહજીએ સંપૂર્ણ લગન સાથે આપણા દેશની સેવા કરી. પહેલા એક સૈનિક તરીકે અને પછી એક રાજકારણમાં લાંબા સમય સુધી જોડાવા દરમિયાન. અટલજીની સરકાર દરમિયાન તેમણે મહત્વના વિભાગોમાં બખૂબી જવાબદારી નિભાવી. તેમણે નાણાં, રક્ષા અને વિદેશ બાબતોની દુનિયામાં એક મજબૂત છાપ છોડી. તેમના અવસાનથી દુ:ખી છું.

જ્યારે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે કહ્યું કે, જસવંત સિંહને તેમના બૌદ્ધિક ક્ષમતાઓ અને દેશની સેવા માટે કાયમ યાદ કરવામાં આવશે. તેમણે રાજસ્થાનમાં ભાજપને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ દુ:ખદ ક્ષણે મારી તેમના પરિવારે પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું.

જસવંત સિંહ 1960માં સેનામાં મેજર પદ પરથી રાજીનામું આપીને રાજકારણમાં આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી NDA સરકારમાં તેઓ સર્વોચ્ચ સ્થાન પર હતા. 1998 થી 2004 સુધી NDAના શાસનકાળ દરમિયાન જસવંત સિંહે નાણા, સંરક્ષણ અને વિદેશ મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી.

આ પણ વાંચો: સંજય રાઉત અને ફડણવીસ વચ્ચે બંધ બારણે બેઠક, શું મહારાષ્ટ્રની સત્તામાં થશે પરિવર્તન?

તેમની રાજકીય સફર પણ અનેક ચડાવ-ઉતાર વાળી રહી. આ દરમિયાન જસવંત સિંહ અનેક વિવાદોમાં પણ સપડાયા હતા. 1999માં એર ઈન્ડિયાના હાઈઝેક વિમાનના અપહ્યત મુસાફરોને છોડાવવા માટે આતંકવાદીઓ સાથે કંદહાર જવા મામલે તેમની ભરપુર આલોચના થઈ હતી.

NDA શાસન દરમિયાન જસવંત સિંહ હંમેશા અટલ બિહારી વાજપેયીના વિશ્વાસુ રહ્યાં. તેઓ બ્રજેશ મિશ્ર અને પ્રમોદ મહાજન સાથે વાજપેયી ટીમના અગત્યના સભ્ય હતા.

જો કે બાદમાં 2009 સુધી રાજ્યસભામાં તેઓ વિપક્ષના નેતા રહ્યા હતા. ગોરખાલેન્ડ માટે સંઘર્ષ કરનારા સ્થાનિક દળોના આગ્રહ પર દાર્જિલિંગથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. જસવંત સિંહને એક સમયે એવી સ્થિતિનો સામનો કરવો પડ્યો, જ્યારે ઓગસ્ટ-2009માં તેમણે પોતાના પુસ્તક “જિન્ના: ભારત વિભાજન અને સ્વતંત્રતા”માં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાહની પ્રશંસા કરવા પર ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા.