Gujarat Exclusive > રાજનીતિ > દિલ્હીમાં ભાજપને મોટો ફટકો, દલિત નેતા ઉદિત રાજે છેડો ફાડ્યો

દિલ્હીમાં ભાજપને મોટો ફટકો, દલિત નેતા ઉદિત રાજે છેડો ફાડ્યો

0
319

ભાજપ દ્વારા દિલ્હીની ઉત્તર-પશ્ચિમ બેઠક પર વર્તમાન સાંસદ ઉદિત રાજનું પત્તુ કાપને પંજાબી ગાયક હંસારાજ હંસને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના દલિત નેતા તરીકે ઓળખાતા ઉદિત રાજે નારાજ થઈને બીજા જ દિવસે ભાજપને રામ-રામ કરી દીધું છે. હવે ઉદિત રાજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસમાં સામેલ થતા જ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

ઉદિત રાજે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં જે કંઈ થયું, તેને ભાજપ દ્વારા સમાપ્ત કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, એક દિવસ પહેલા જ ટીકીટ કાપવામાં આવતા ઉદિત રાજે પોતાને પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિક ગણાવ્યા હતા.

બન્ને પાર્ટીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી છે. એવામાં ઉદિત અન્ય પક્ષ તરફ નજર દોડાવી શકે નહી. ઉદિત રાજે વધુમાં જણાવ્યું કે, ભાજપ દ્વારા જાણી જોઈને ટીકીટની જાહેરાત કરવામાં વિલંબ કરવામાં આવ્યો. જેથી હું અન્ય કોઈ પાર્ટીમાં જોડાઈ ના શકું.

ઉદિત રાજે જણાવ્યું કે, ટિકીટ કપાવાના કારણે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.