Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં બ્રિજ પડવા બાબતે ઉચ્ચ તપાસ સમિતિની રચના

અમદાવાદમાં બ્રિજ પડવા બાબતે ઉચ્ચ તપાસ સમિતિની રચના

0
2

ડેલ્ફ અને રણજિત બિલ્ડકોન સામે ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહી થવાની શક્યતા

અભિષેક પાંડેય: અમદાવાદમાં 21 ડિસેમ્બરે બોપલથી શાંતિપુરા તરફના રોડ પર એક નિર્માણધીન બ્રિજનો હિસ્સો પડી ભાગ્યો હતો. તે અંગે હવે સરકારે ઉચ્ચ કક્ષાની તપાસની કમિટીની રચના કરી દીધી છે. ગુજરાત એક્સક્લૂઝિવે તે કંપની બ્લેક લિસ્ટેડ હોવાનો અને તેને બીજા પણ અનેક મહત્વપૂર્ણ સરકારી પ્રોજેક્ટ તેને મળ્યા હોવાના ખુલાસાઓ કર્યા હતા.

ગુજરાત એક્સક્લૂઝિવના ખુલાસાઓ પછી અને બ્રિજ પડવાની દૂર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, “આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઘટના ઘટવાના કારણો અને નુકશાનની વિગતો, નિર્માણ કાર્યને લગતી ક્ષતી-બેદરકારી અને આવા બનાવ ફરીથી ના બને તે માટે સુધારાત્મક પગલા સૂચવવા માટે આઈએએસ લોચન સહેરા, સચિવ શહેરી (હાઉસિંગ) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની તપાસ કમિટીની રચના કરવામાં આવે છે. “

સરકાર તરફથી રચવામાં આવેલી તપાસ કમિટીને એક મહિનાની અંદર રિપોર્ટ સોંપવામાં કહેવામાં આવ્યું છે. આ કમિટી એક મહિનામાં પોતાના રિપોર્ટ સોંપીને અનેક ખુલાસાઓ કરી શકે છે, જેમાં બ્લેકલિસ્ટેડ કંપની પાસે ગુજરાત સરકારના અનેક કામો કેવી રીતે આવ્યાના ખુલાસાઓ મહત્વપૂર્ણ રહેશે.

ગુજરાત સરકારે કઈ સંસ્થાઓને સોંપી છે તપાસ

1. મુખ્ય ઈજનેર, ગુજરાત હાઉસીંગ બોર્ડ
2. મુખ્ય અધીક્ષક ઈજનેર, ડીઝાઈન સર્કલ, વડોદરાના પ્રતિનિધિ
3. ગુજરાત ઈજનેરી સંશોધન સંસ્થા (GERI), વડોદરાના પ્રતિનિધિ
4. ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગરના પ્રતિનિધિ

જણાવી દઈએ કે, ગુજરાત ઈજનેરી સંશોધન સંસ્થાનું કામ મટીરિયલ તપાસનું છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ કે, જે-તે કંપની પોતાના કામ-કાજમાં કેવી ગુણવત્તાનું મટીરિયલનો ઉપયોગ કરે છે તેની તપાસ GERI કરે છે. ગુજરાત સરકારને કામમાં ગેરરિતી થઈ હોય તેવી આશંકા હોય તો જ તે GERIને તપાસ કરવાનું કહે છે.

ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીનું તપાસમાં હોવું તે સ્પષ્ટ કરે છે કે, ભવિષ્યમાં કંપની પર ગુનાહિત પ્રાવધાનો હેઠળ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત સરકાર લગભગ એવા કેસોમાં જ આ સંસ્થાને સામેલ કરતી હોય છે, જેમાં ગુનાહિત પ્રક્રિયા થવાની શક્યતાઓ દેખાઈ રહી હોય છે.

ઉલ્લેખનિય છે કે, કંપનીના હાથમાં પીએમ નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા ગુજરાતના ગિફ્ટ સિટી જેવા મોટા પ્રોજેક્ટનું કામ પણ સોંપી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં કંપની પાસે હજારો-કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ દ્વારકાથી બેટ દ્વારકા સ્ત્રોઈડ કેબલ બ્રિજનું કામ પણ છે. તે ઉપરાંત ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સને પ્રધાનમંત્રી યોજનાના કામોમાંથી 16 બ્રિજોનું કામ મળી ચૂક્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat