અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં ઓટો રિક્ષા ચાલકો સાથે સંવાદ દરમિયાન ઓટો રિક્ષા ચાલકોએ અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે ભોજન પર આમંત્રિત કર્યા હતા અને કહ્યુ કે તમે પંજાબમાં એક ઓટો ચાલકના કહેવા પર તેમના ઘરે ભોજન માટે ગયા હતા. આ વીડિયો મે સોશિયલ મીડિયા પર જોયો છે. શું તમે મારી સાથે ભોજન કરવા આવશો. કેજરીવાલે કહ્યું- હાં, આજે સાંજે આવીશ.
Advertisement
Advertisement
વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે ગુજરાતમાં AAPની સરકાર બનાવી દો, સારી અને મફત સારવાર આપીશુ, તેમના ઘરમાં કોઇ બીમાર થઇ જાય તો લંડન અમેરિકા જઇને સારવાર કરાવે છે અને અમે સરકારી હૉસ્પિટલમાં ફ્રી સારવાર કરીએ તો ફ્રી રેવડીનો આરોપ લગાવે છે. બધા મોંઘવારીથી પરેશાન છે, જો સારવાર મફત થઇ જાય, વિજળી ફ્રી થઇ જાય તો રાહત મળશે? દિલ્હી-પંજાબમાં વિજળી મફત છે. ગુજરાતમાં સરકાર બનાવી દો 1 માર્ચથી મફત વિજળી મળશે. જનતાને ફ્રી વિજળીથી તેમને મરચી લાગે છે. જનતાને 300 યૂનિટ વિજળી મફત લેવા દો બેશરમો. 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાને દર મહિને 1000 રૂપિયાની આર્થિક મદદ પરંતુ કેટલાક ભાઇ બેઠા છે તો બહેનના 1000 રૂપિયાથી દારૂ ના પી જતા. જો ઘરમાં 3 દીકરી છે તો 3000 રૂપિયા દર મહિને મળશે.
અમદાવાદમાં ઓટો ચાલકો સાથે સંવાદમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ કે ભાજપ તાકાતવર પાર્ટી છે, તેમણે આખા દેશને ડરાવીને રાખ્યો છે. ખાસ કરીને મીડિયાને. અમારી સાથે જનતા છે, તમામ લોકો ફોન કાઢો અને મારા ભાષણની રેકોર્ડિંગ કરીને વૉટ્સએપ પર મોકલી દો. 27 વર્ષથી ભાજપનું ગુજરાતમાં શાસન છે. શું ક્યારેય ભાજપના મુખ્યમંત્રીએ તમારી સામે બેસીને વાતચીત કે કોઇ રિક્ષા ચાલકના ઘરે ભોજન કર્યુ છે? દિલ્હીમાં અમારી સરકારે કોરોના લૉક ડાઉન દરમિયાન દોઢ લાખ ઓટો ચાલકોના બેન્ક એકાઉન્ટમાંથી બે વખત 5 હજાર રૂપિયા મોકલ્યા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે કેટલા લોકો સરકારી સ્કૂલમાં બાળકોન ભણાવે છે? સરકારી સ્કૂલમાં અભ્યાસ કેવો છે? ગુજરાતની સરકારી સ્કૂલની ખરાબ સ્થિતિ છે. મજબૂરીમાં સરકારી સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવે છે. સારૂ શિક્ષણ આપીશ તો ઓટો ચાલક બાળક ડૉક્ટર-એન્જિનિયર બનશે. કેજરીવાલ માટે કહે છે કે ફ્રી રેવડી વેચી રહ્યો છે. બધાને ફ્રી શિક્ષણ જોઇએ, તેમના બાળક વિદેશમાં ભણે છે અને અમારા ફ્રી શિક્ષણ પર સવાલ ઉઠાવે છે, તેમને વોટ આપવાથી ફાયદો નથી, તમારા બાળક બરબાદ થશે, અમને વોટ આપશો તો આબાદ થશે.
Advertisement