Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મોરવા હડફ પેટાચૂંટણી: ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે, કાંટાની રહેશે ટક્કર

મોરવા હડફ પેટાચૂંટણી: ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે, કાંટાની રહેશે ટક્કર

0
39

ગાંધીનગર: પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરશે. પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. જેમાં ભાજપે નિમિષાબેન સુથાર અને કોંગ્રેસે સુરેશ કટારાને પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે. Morva Hadaf Bypolls

કોંગ્રેસ તરફથી સુરેશ કટારાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ ભાજપ દ્વારા ધુળેટીના દિવસે વર્તમાનમાં પંચમહાલ જિલ્લાના ભાજપ ઉપ-પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય એવા નિમિષાબેન સુથારને ફરીથી ટિકિટ આપીને પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, ત્યારે નિમિષાબેન સુથાર અને સુરેશ કટારા આજે પોતાનું ફોર્મ ભરશે. જ્યારે 31 માર્ચે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે.

કોંગ્રેસે 43 વર્ષીય સુરેશ કટારાને ટિકિટ આપી છે. જેમણે હાયર સેકન્ડરી સુધીનો અભ્યાસ કરેલો છે. સુરેશ કટારા સાગવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે 10 વર્ષ કામ કરી ચૂક્યા છે. તેમની પત્ની પણ તાલુકા પંચાયતની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને હાલ જિલ્લા પંચાયતના સભ્ય છે. તેમના પિતા 3 ટર્મ માટે તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા હતા અને એક ટર્મ માટે તાલુકાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. આમ તેમના મત વિસ્તારમા તેમની સારી એવી પકડ છે. Morva Hadaf Bypolls

આ પણ વાંચો:  IIM-Aમાં કોરોનાનો કહેર, વધુ 10ના રિપોર્ટ પોઝિટિવ આવતા સંક્રમિતોનો આંકડો 64 પર પહોંચ્યો Morva Hadaf Bypolls

જ્યારે મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપર ભાજપ તરફથી 21 દાવેદારોમાંથી 4 નામ શોર્ટલિસ્ટ કરાયા હતા. જે બાદ આખરે અનુભવી નિમિષાબેન સુથારને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. નિમિષાબેન સુથાર વર્ષ 2012ની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. હાલ તેઓ જિલ્લા ભાજપના ઉપપ્રમુખની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.

જણાવી દઈએ કે, 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સવિતા ખાંટ આ બેઠક પરથી વિજેતા જાહેર થયા હતા, પરંતુ તેમના અવસાનથી 2013માં આ બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપ તરફથી નિમિષાબેન સુથાર જીત્યા હતા. જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે લડેલા ભૂપેન્દ્રસિંહ ખાંટ આ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ભુપેન્દ્રસિંહ ખાંટે ભાજપના વિક્રમસિંહ ડિંડોરને પરાજય આપ્યો હતો. જો કે ભુપેન્દ્રસિંહના અનુસૂચિત જનજાતિના સર્ટિફિકેટ પર પ્રશ્ન ઊભો થતા, સંપૂર્ણ વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો, પરંતુ આ દરમિયાન તેમનું મૃત્યુ થતા આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું હતું અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. Morva Hadaf Bypolls

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat