Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના ફોર્મ જાન્યુઆરીમાં ભરાશે, મે મહિનામાં એક્ઝામ

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના ફોર્મ જાન્યુઆરીમાં ભરાશે, મે મહિનામાં એક્ઝામ

0
363
  • કોરોનાની અસર હશે તો અન્ય ધોરણોમાં માસ પ્રમોશનની શક્યતા

ગાંધીનગર: ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસ (Corona Virus) હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે તેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ પડી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા (Gujarat Board Exam) પાછી ઠેલવામાં આવી છે. જેમાં આ પરીક્ષા મે મહિનામાં યોજાશે અને આ માટે માટે ફોર્મ આગામી મહિને ભરાય તેવી શક્યતા છે.

મોટાભાગે નવેમ્બર મહિનામાં જ બોર્ડની પરીક્ષા (Gujarat Board Exam) માટેના ફોર્મ ભરવામાં આવે છે. જ્યારે માર્ચ મહિનામાં જ ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ (Gujarat Board Exam) લેવાતી હોય છે. જો કે આ વખતે કોરોના મહામારીના (Corona Pandemic) પગલે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા સહિત વિવિધ કામગીરી પાછળ લઈ જવામાં આવી છે.

ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવી પડે તેમ હોવાથી શિક્ષણ મંત્રી દ્વારા થોડા દિવસો પહેલા જ મે-2021માં બોર્ડની એક્ઝામ (Gujarat Board Exam) યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ જાહેરાતને પગલે શિક્ષણ વિભાગ દ્વારા જાન્યુઆરીમાં બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી ફેબ્રુઆરીના અંત સુધીમાં ફોર્મ ભરવાની કામગીરી આટોપી લેવાય અને મે મહિનામાં વ્યવસ્થિત રીતે પરીક્ષાનું (Gujarat Board Exam) આયોજન થઈ શકશે.

આ પણ વાંચો: અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં વધુ 5 ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં કોરોના વાઈરસના (Corona Virus) સંક્રમણને જોતા ગયા વર્ષે બોર્ડ સિવાય મોટાભાગના વિદ્યાર્થીને માસ પ્રમોશન આપીને પાસ કરવામાં આવ્યા હતા. હાલ પણ મોટાભાગની સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ (Online Education) ચાલી રહ્યું છે. આથી હવે જો કોરોનાની (Corona Virus) સ્થિતિ નહીં સુધરે, તો ફરીથી અન્ય ધોરણોમાં માસ પ્રમોશનની શક્યતા નકારી શકાય નહીં.

 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9