Gujarat Exclusive > ગુજરાત > AMCમાં લોકલ મુદ્દા ભુલાયા, ભાજપ PM મોદીની સિદ્ધિના નામે મત માંગવા નિકળ્યો

AMCમાં લોકલ મુદ્દા ભુલાયા, ભાજપ PM મોદીની સિદ્ધિના નામે મત માંગવા નિકળ્યો

0
51

અમદાવાદ: રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચારનો આજે અંતિમ દિવસ છે. સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઇ જશે. મહાનગરપાલિકાનો જંગ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની આગેવાનીમાં રેલીનું આયોજન કર્યુ છે. આ રેલીમાં લોકલ સમસ્યાઓ ભુલાઇ ગઇ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિના નામે જ મત માંગવામાં આવી રહ્યા છે.

રામ જન્મભૂમિના નામે ભાજપ માંગી રહ્યો છે મત

ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર અને હિન્દુત્વના નામે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મત માંગવાનું શરૂ કર્યુ છે. ભાજપ પાસે જાણે બીજા કોઇ મુદ્દા રહ્યા ના હોય તેમ લાગી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ મેયર બિજલ પટેલ સહિતના કાર્યકરો અવાર નવાર વિવાદમાં રહ્યા છે. ભાજપ પોતાના ભૂતકાળને યાદ કરવા માંગતુ નથી અને શહેરના ખરાબ રસ્તા, ગટરની સમસ્યા, વધુ કરવેરો સહિતના મુદ્દાથી મતદારોનું ધ્યાન ભટકાવવા માંગે છે.

ઠેર ઠેર લાગ્યા પોસ્ટર

સીઆર પાટિલની રેલીમાં કારને પણ ભાજપના રંગમાં રંગવામાં આવી હતી અને વિરોધ ના થાય તે માટે મહિલાઓને સાફા પહેરીને આગળ કરવામાં આવી હતી.

56 ઇંચની છાતીનો દમ

સીઆર પાટિલની રેલીમાં એક રીક્ષામાં 56 ઇંચની છાતીનું પોસ્ટર જોવા મળ્યુ હતું. આ પોસ્ટરમાં સૂત્રો લખાયા હતા.
– કલમ 377 નાબૂદ કરી.
– જમ્મુ કાશ્મીર અલગતાવાદ, આતંકવાદ, પરિવારવાદ અને ભ્રષ્ટાચારની ચુંગાલમાંથી મુક્ત થશે.
– જમ્મુ કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ એકીકરણ
– નાગરિકતા સંશોધન કાયદો (CAA)- 2019
– એક દેશ-એક બંધારણ

આ પણ વાંચો: ગુજરાત રાજ્યસભાની બે ખાલી બેઠકો પર ફોર્મ ભરવાનો સમય પૂર્ણ, ભાજપના ઉમેદવારો બિનહરીફ

AMCની ચૂંટણીમાં 4 પાર્ટી વચ્ચે સીધી ટક્કર

અમદાવાદ મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જ્યારે તેનું પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. અમદાવાદમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ સહિત અસદુદ્દીન ઓવૈસીની AIMIM અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. વધુ બે પાર્ટીઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવતા ભાજપ-કોંગ્રેસને મતદારો તૂટવાનો ડર લાગી રહ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat