વર્ષ 2012 પછી રશિયાના કોઈ વિદેશમંત્રી પહેલીવાર પાકિસ્તાનની મુલાકાતે ગયા છે.
તેમની મુલાકાત દરમિયાન રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લોવરોવ બુધવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને મળ્યા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે પરસ્પર સંબંધો સિવાય અફઘાનિસ્તાનના મુદ્દાના સમાધાન પર ચર્ચા કરવામાં આવી હતી.
અફઘાનિસ્તાનની સમસ્યા અંગે પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું કે વાતચીત દ્વારા આ મામલે રાજકીય સમાધાન શોધવાની જરૂર છે. પાકિસ્તાને આ માટે ચાલી રહેલા શાંતિ પ્રયાસોમાં રશિયાના પ્રયત્નોની પણ પ્રશંસા કરી છે.
🇷🇺🇵🇰 In #Islamabad, Russian Foreign Minister Sergey #Lavrov held talks with Chief of Army Staff @OfficialDGISPR #RussiaPakistan pic.twitter.com/yQbZa4rSHo
— MFA Russia 🇷🇺 (@mfa_russia) April 7, 2021
તે ઉપરાંત, જમ્મુ-કાશ્મીરના વિવાદ પર ઇમરાન ખાને કહ્યું કે તેઓ આ મુદ્દાનો શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છે છે. બંને નેતાઓએ પશ્ચિમ એશિયા, ગલ્ફ અને મધ્ય પૂર્વ અને એશિયા પેસિફિક ક્ષેત્રથી સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
આજની વાતચીતમાં ઇમરાન ખાને જૂન 2019 માં બિશ્કેકમાં એસસીઓની બેઠકમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથેની તેમની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું કે તે સમયે તેમણે વ્લાદિમીર પુટિન સાથે બંને દેશોના પરસ્પર સંબંધોને વધુ મજબુત બનાવવા પર ભાર મૂક્યો હતો.
🇷🇺🇵🇰 In #Islamabad, Russian Foreign Minister Sergey #Lavrov held talks with Chief of Army Staff @iamCOAS#RussiaPakistan pic.twitter.com/an3IBvHtje
— MFA Russia 🇷🇺 (@mfa_russia) April 7, 2021
પાકિસ્તાનના વડા પ્રધાને દાવો કર્યો હતો કે પાકિસ્તાન હવે રશિયાને તેની વિદેશ નીતિમાં અગ્રણી સ્થાન આપી રહ્યું છે. તેમણે પાકિસ્તાનના વેપાર, ઉર્જા, સુરક્ષા અને સંરક્ષણ બાબતોમાં રશિયા સાથેના સંબંધોને સતત મજબૂત કરવા પર ખુશી વ્યક્ત કરી હતી.
ઇમરાન ખાને રશિયાને ખાતરી આપી છે કે, ‘પાકિસ્તાન સ્ટ્રીમ’ (ઉત્તર-દક્ષિણ) ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ માટેની આવશ્યક કાનૂની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવશે, જેથી તેના પર વહેલી તકે કામ શરૂ કરવામાં આવે.
ઉર્જા, ઔદ્યોગિક આધુનિકીકરણ, રેલ્વે અને ઉડ્ડયન ક્ષેત્રે બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્ષે મોસ્કોમાં યોજાનારી આંતર સરકારી પંચની બેઠકમાં આ ક્ષેત્રોને લગતી દરખાસ્તો અને પ્રોજેક્ટ અંગે વિચારણા કરવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે.
બંને નેતાઓએ કોરોના રોગચાળાથી થતાં આરોગ્ય અને આર્થિક પડકારોની પણ ચર્ચા કરી હતી.
ઇમરાન ખાને રશિયાને કોરોના માટે બનાવેલ રસી સ્પુટનિક-Vના વિકાસ માટે અભિનંદન આપતા કહ્યું કે પાકિસ્તાન આ રસી રશિયા પાસેથી ખરીદવાનો વિચાર કરી રહ્યું છે.