Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > વિદેશી મદદ નહીં લેવાની ડો.મનમોહનની પરંપરા PM મોદીએ કેમ તોડવી પડી?

વિદેશી મદદ નહીં લેવાની ડો.મનમોહનની પરંપરા PM મોદીએ કેમ તોડવી પડી?

0
72

PM મનમોહને કહ્યું હતું- ભારત ઓફતોનો સામનો કરવા સક્ષમ છે, અમને વિદેશી મદદની જરુર નથી

નવી દિલ્હીઃ વિદેશી મદદ (Foreign aid in disaster)નહીં લેવાની પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની 16 વર્ષ જુની પરંપરા PM મોદીને કેમ તોડવી પડી. કોરોના સંકટને કારણે ભારત ઓક્સિજન સહિત મેડિકલ સિસ્ટમ ખોરવાતા ભારત વિદેશોથી ભએટ, દાન અને મદદ સ્વીકારી રહ્યું છે.

આ અંગે કેન્દ્રીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મુશ્કેલીના આ સમયમાં જે પણ બની શકશે, તે ભારત કરશે.

આ પણ વાંચોઃ કોરોનાની સ્ફોટક સ્થિતિ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને લગાવી ફટકાર, વૅક્સિનેશન પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ

પહેલી વખત સરાકારી અધિકારીએ કર્યો બચાવ

પહેલી વખત મોદી સરકારના કોઇ વરિષ્ઠ અધિકારીએ વિદેશી સરકારોથી મદદ લેવા તેમજ ચીનથી ઇમરજન્સી મોડિકલ ઉપકરણ ખરીદવાના ભારતના રણનીતિક પગલાંનો બચાવ કર્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ સચિવ હર્ષવર્ધને જણાવ્યું કે

“અમે આ એક એવી સ્થિતિના સંદર્ભમાં જોઇ રહ્યા છે, જે બહુ અસામાન્ય છે, અભૂતપૂર્વ અને અસાધારણ છે અમે આ સમયે આપણા નાગરિકોની જરુરિયાતોને પુરા કરવા માટે જે પણ થશે, તે કરીશું.”

નોંધનીય છે કે સિંગાપોર બાદ અમેરિકી તંત્રે ભારતને બે વિમાનમાં ઓક્સિજન સિલિન્ડર સહિત મેડિકલ સામાગ્રી મોકલી (Foreign aid in disaster)છે. હજુ બાઇડન સરકારે ભારતને એસ્ટ્રોજનની રસીના 20મિલિયન ડોઝ મોકલવાની છે. આગામી સપ્તાહે અમેરિકાથી એન્ટિવાયરલ દવા રેમડિસિવીરનો 20,000 કોર્સ ભારત આવશે.

અમેરિકા ભારતમાં ઓક્સિજનના 17 પ્લાન્ટ સ્થાપવા માગે  છે

અખબારી અહેવાલ પ્રમાણે બાઇડન તંત્ર પોતાના સ્ટોકમાંથી 36 મિલિપોર ફિલ્ટર પહોંચાડશે. જેનાથી ભારતમાં કોવિશીલ્ડ રસીનો 5 લાખ ડોઝ બનાવવામાં મદદ મળશે. અમેરિકા ઓક્સિજન ઉત્પાદન માટે પણ 17 પ્લાન્ટ મોકલવા માંગે છે.

આ પણ વાંચોઃ હોસ્પિટલે ડોક્યુમેન્ટ લેવામાં કલાકો કાઢતા પૂર્વ રાજદૂતે કારમાં જ તોડી દીધો દમ

યુએઇ, ફ્રાન્સ સહિત 40 દેશોની મદદની જાહેરાત

અમેરિકા ઉપરાંત યુએઇ, જાપાન, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન વિશ્વના આશરે 40 દેશોએ ભઆરતને કોરોના સંકટનો સામનો કરવા માટે મદદ માટે મેડિકલ સહાય અને મદદ કરવાની જાહેરાત કરી છે. ઘણા દેશોએ ઓક્સિજન અને મેડિકલ સપ્લાય પણ મોકલાવવા માંડી છે.

બાંગ્લાદેશ-પાકિસ્તાને પણ કરી ઓફર

બાંગ્લાદેશ અને ભૂતાન જેવા પાડોશી દેશો પણ ભારતને મદદ કરવા આગળ આવ્યા છે. પાકિસ્તાને પણ દુઃખ વ્યક્ત મદદ મદદની ઓફર કરી છે. બાંગ્લાદેશે એન્ટી વાયરલ દવાની 10,000 બોટલ, 30,000 પીપીઇ ક્ટિસ અને અન્ય જરુરી દવા ભારત મોકલવાની જાહેરાત કરી છે.

વાસ્તવમાં 16 વર્ષ પહેલાં તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહન સિંહે કહ્યું હતું કે ભારત પોતાના બળે આફતનો સામનો કરવા સક્ષમ છે, તેને બહારની મદદ (Foreign aid in disaster)ની જરુર નથી. પરંતુ હાલના સમયમાં કોરોના મહામારીએ મોદી સરકારને તોડી નાંખી છે.

મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે

દેશ ભયાનક દોરમાંથી પસાર થઇ રહ્યો છે. રોજ રેકોર્ડતોડ નવા કોરોના કેસો સામે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે. સ્મશાનગૃહોની અંદર અને બહાર શબોની લાઇનો લાગી છે. હોસ્પિટલમાં જરુરી ઓક્સિજન નથી. મેડિકલ સુવિધા પડી ભાંગી રહી છે. ત્યારે 16 વર્ષ જુની પરંપરા તોડી મોદી સરકારે વિદેશી સહાય સ્વીકારવા મજબૂર થવું પડ્યું છે.

આ પણ વાંચોઃ દુઃખની ઘડીમાં અમેરિકા ભારતની વ્હારેઃ ઓક્સિજન સિલિન્ડર સહિતની સામગ્રી સાથે બે વિમાન મોકલ્યા

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat