Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરા: સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર ફૂડ ડિલીવરી બોયની ધરપકડ

વડોદરા: સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર ફૂડ ડિલીવરી બોયની ધરપકડ

0
516

વડોદરા: ક્રાઇમ બ્રાંચ દ્વારા સોશિયલ મીડિયા પર સતત વોંચ રાખવામાં આવી રહી છે અને તમામ અફવા ફેલાઈ રહેલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગતરોજ તપાસ દરમિયાન શહેરમાં સીસીટીવી બદલવાની અફવા ફેલાવીને લોકોમાં ભયનો માહોલ ઉભા કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મોગુલવાડાના રહેવાસી આબીદુલ્લાહને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરી લોકોને ભડકાવવા બદલ તેની શહેર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે અને તેની વધુ પુછ પરછ પણ કરવામાં આવી રહી છે.આ ઘટના બાદ ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે આ આરોપી સાથે કેટલા લોકો છે જે સોશિયલ મીડિયામાં આવા ભડકાઉ પોસ્ટ કરી રહ્યા છે તે લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આબીદુલ્લાહ ખાતીબે સંદેશ મુક્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) જૂથ દ્વારા શહેરમાં રેલી કાઢવાની યોજના કરવામાં મદદ માટે પોલીસ સીસીટીવીની મદદ લઈ રહી છે. ખાતીબ લોકપ્રિય ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે.

રાજકોટ: CM રુપાણી અને તેમના પત્ની લિફટમાં ફસાયા, સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ