Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં ઘણી જગ્યાએ છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય, ઠંડી વધવાની સંભાવના

ગુજરાતમાં ઘણી જગ્યાએ છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય, ઠંડી વધવાની સંભાવના

0
86

100થી વધુની સ્પિડે જતાં ટ્રાફિકને લાગી બ્રેક, ચાલકો 30-40ની ગતિ રાખવા મજબૂર

અમદાવાદઃ ગુજરાતમાં શનિવારે સવારે ઘણી જગ્યાએ ધુમ્મસ (Fog in Gujarat)નું સામ્રાજ્ય છવાયુ ગયું હતું. જેના કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ સહિતના રાજ્યના ધોરી માર્ગો પર ટ્રાફિક ધીમો પડી ગયો હતો. ધુમ્મસને લીધે વીઝિબ્લિટી 10 ફૂટ રહી ગઇ હતી. તો અમુક સ્થળોએ 5 મીટરથી આગળ સ્પષ્ટ દેખાતું નહતું.

હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. ઘણા લાંબા સમય પછી સુરતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતા ઓછું નોંધાયું છે. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં કોરોના વૅક્સીનથી સાઈડ ઈફેક્ટનો ડર, 3 દિવસમાં 180 ડોઝ બરબાદ

25-26 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો થઇ શકે

ધુમ્મસ (Fog in Gujarat) છંટાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો થઇ શકે છે. હાલ કાતિલ ઠંડી જેવો અહેસાસ થતો નથી. પરંતુ આવનારા દિવસોમાં ઠંડી વધી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25 અને 26 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. પવન ઉત્તરથી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે.

એક્સપ્રેસ હાઈવે પર 100થી વધુની સ્પીડે વાહનોની અવર-જવર થતી હોય છે, પરંતુ અત્યારે ધુમ્મસ (Fog in Gujarat)ને કારણે ચાલકો30- 40ની સ્પીડે વાહન ચલાવવા મજબીર છે. કારણ કે આગળ કશું ન દેખાતાં અકસ્માતનો ભય છે.

આ પણ વાંચોઃ એલિસબ્રિજ MLAનો ડ્રાઈવર લૂંટારૂની ઝપટે ચડ્યો, ફોનની લૂંટ ચલાવી આરોપી ફરાર

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર 70 વાહને ટકરાયા હતા

પાંચ દિવસ પહેલાં જ એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસ (Fog in Gujarat)ને કારણે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એકસાથે 70થી વધારે વાહનોની ટક્કર થઈ હતી. સદનસીબે કોઈપણ જાનહાનિ પહોંચી ન હતી.

બાદમાં હાઈવે ઓથોરિટી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. છેવટે આઠ કલાકની અંધાધૂંધી પછી વાહન વ્યવહાર પૂર્વવત્ થયો હતો. ગભરાયેલા વાહનચાલકો પાર્કિંગ લેનમાં ઊભા રહી ગયા હતા. બીજી તરફ, હાઈવે પેટ્રોલિંગે વાહનચાલકોને માઈક દ્વારા વાહન 30થી પણ ઓછી સ્પીડે ચલાવવાની સૂચના આપી હતી.

રેડિએટિવ કૂલિંગની અસરને કારણે વિઝિબિલિટી ઘટી

હવામાન વિશેષજ્ઞ જણાવે છે, રેડિએટિવ કૂલિંગની અસરોને કારણે અમદાવાદમાં વિઝિબિલિટી (Fog in Gujarat) ઘટી ગઈ હતી, જેના કારણે રસ્તા પર 10 મીટર દૂરનું પણ કશું જોઈ શકાતું ન હતું. દર શિયાળે બેથી ચાર વખત રેડિએટિવ કૂલિંગને લીધે આવું ધુમ્મસ સર્જાતું હોય છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં જોવા મળશે મોઢેરાનું સૂર્ય મંદિર

રાત્રે ખુલ્લી જગ્યામાં હવા ઠંડી થાય છે જેને રેડિએટિવ કૂલિંગ કહે છે, જ્યારે પવનની ગતિ ધીમી હોય અને આકાશ સ્વચ્છ હોય ત્યારે રેડિએટિવ કૂલિંગની પ્રક્રિયા ઝડપી બને છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9