Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતા ફુલ બતાવાઈ રહ્યા છે: ગ્યાસુદ્દીન શેખ

ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતા ફુલ બતાવાઈ રહ્યા છે: ગ્યાસુદ્દીન શેખ

0
789

શહેરની 42 ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ અને વેન્ટિલેટર ખાલી છે તેની યાદી મ્યુનિ.જાહેર ન કરતું હોવાનો આરોપ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે. તો બીજી બીજુ ખાનગી હોસ્પિટલોએ માનવતા નેવે મૂકીને ખુલ્લેઆમ લૂંટફાટ શરૂ કરી દીધી છે. કોરોનાની મહામારીને લઇને હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મનપાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અંગે ટકોર કર્યા બાદ સરકાર અને મનપા દ્વારા જાહેરનામાં અને આદેશો અપાયાં હોવાં છતાં ખાનગી હોસ્પિટલો દ્વારા મો માંગી ફી વસૂલાતી હોવાની એક ઘટના સામે આવી છે.

આ અંગે વધુમાં તેઓએ જણાવ્યું છે કે, દિલ્હી સરકાર ખાનગી હોસ્પિટલમાં સારવારની પારદર્શક વહીવટ માટે કઈ હોસ્પિટલમાં કેટવા બેડ ખાલી છે તે ઓનલાઈન જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપાની સકરાર કેમ છુપાવે છે. લોકોને સરકારી હોસ્પિટલમાં જગ્યા ન મળે ત્યારે ન છુટકે તે લોકોને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને તમામ ખાનગી હોસ્પિટલના લોકો મસમોટો બીલ આપી દેતા હોય છે. જયારે સરકાર દ્વારા તમામ હોસ્પિટલની માહિતી ઓનલાઈન ઉપલ્બધ કરાવવી જોઈએ. કોરોના દર્દીનો ડાયાલિસિસ સહિતનો ખર્ચ મ્યુનિ.એ ઉપાડવો જોઈએ. ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીનો પોઝિટિવ આવે તો તેને મ્યુનિ. ક્વોટાના ખાલી બેડમાં એડમિટ કરવા જોઈએ.

સંપાદિત હોસ્પિટલમાં ભેદભાવ થતો હોવોનો કોંગી MLAનો આક્ષેપ

મ્યુનિ.દ્વારા કોરોના મહામારીને પહોંચી વળવા માટે 42 ખાનગી હોસ્પિટલોના 50 ટકા બેડ સંપાદિત કરવામાં આવ્યા છે. પરતું આ તમામ ખાનગી હોસ્પિટલોમાં ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને દાખલકરવાની નીતિથી કુદરતી ન્યાયનાં સિદ્દાંત અને સમાન તકના નિયમોનો ભંગ થાય છે તેવા આકરા પ્રહારો કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તમામ ખાનગી અને મ્યુનિ. હોસ્પિટલોમાં કેટલા દર્દી અને કેટલા બેડ ખાલી વગેરે વિગતો ઓનલાઈન જાહેર કરવાની માંગણી કરી હતી. તેમનું કહેવું છે કે, શહેરના નાગરિકોને જે પણ હોસ્પિટલમાં ખાલી જગ્યા હોય તેમાં દાખલ કરવા, તેમજ એપ બનાવવા અને કોવિડના દર્દીઓને અન્ય બીમીરી હોય તેનો પણ ખર્ચ સરકાર દ્વારા ઉપાડવામાં આવે તેવી રજૂઆત કરી છે.

શહેના ખાનગી હોસ્પિટલમાં જગ્યા ખાલી હોવા છતા પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ત્યા એડમીટ કરવામાં આવતા નથી. જો કે શહેરમાં જે તે દર્દીને કોરોના વાયરસના લક્ષણો દેખાય છે તો તે લોકો હેલ્થમાં ફોન કરે છે, પરતું તે દર્દી પાસે ગાડી ઘણી મોડી જાય છે તેવી ઘણી એવી ફરિયાદો પણ સામે આવી રહી છે. જેથી સરકાર દ્વારા આ તમામ લોકો પર ખાસ ધ્યાન આપવામાં આવે તો સારુ છે. જેનાથી જે દર્દીને કોરોના થયો છે તેને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવે તો તેનાથી ફેલાતા ચેપને રોકી શકાય છે.

ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતા ફુલ બતાવવામાં આવે છે

અમદાવાદ શહેરમાં 42 ખાનગી હોસ્પિટલોના 1700થી વધારે બેડ કોરોના માટે સરકારે જાહેર કર્યા છે પરતું કયા હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે અંગે હજી પણ લોકોને માહિતી મળી નથી. જેથી કોરોના દર્દીઓને દાખલ કરવા માટે મોકવામાં આવે છે પરતું તે લોકોને એડમિટ ન કરતા ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. શહેરના ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડો,કેટલા વેન્ટિલેટર છે સહિતની તમામ માહિતી સરકાર દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલોની ઉઘાડી લૂંટ

એક તરફ દિવસે ને દિવસે સતત વધુ ને વધુ શહેરમાં કોરોનાનાં કેસ વધી રહ્યાં છે, ત્યારે ખાનગી હોસ્પિટલોએ માનવતા નેવે મૂકીને ખુલ્લેઆમ લૂંટફાટ શરૂ કરી દીધી છે. કોરોનાની મહામારીને લઇને હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મનપાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અંગે ટકોર કર્યા બાદ સરકાર અને મનપા દ્વારા જાહેરનામાં અને આદેશો અપાયાં હોવાં છતાં ખાનગી હોસ્પિટલો દ્વારા મો માંગી ફી વસૂલાતી હોવાની એક ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાની સારવારને લઇ ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.

દર્દીઓ માટે બેડની જગ્યા ન હોવાનું કહેવાયું

મ્યુનિસિપલે MOU કરીને 42 હોસ્પિટલનાં 50 ટકા બેડ હસ્તક લીધા બાદ એક પછી એક અર્થમ હોસ્પિટલનાં છબરડા સામે આવી રહ્યાં છે. મ્યુનિ.એ શુક્રવારનાં રોજ આંબાવાડીની અર્થમ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. હોસ્પિટલે મ્યુનિસિપલનાં રિઝર્વ બેડમાં પણ ખાનગી દર્દીઓને દાખલ કરી મ્યુનિસિપલે મોકલેલાં દર્દીઓ માટે જગ્યા નહીં હોવાનું જણાવ્યું હતું.

બેડ મામલે ખુલાસો કરવા AMCની હોસ્પિટલને નોટિસ

કોર્પોરેશનની નજરમાં આ કૌભાંડ ધ્યાનમાં આવતા હુકમનો ભંગ કર્યો હોવાથી હોસ્પિટલનું સી ફોર્મ કેમ કેન્સલ ન કરવું? AMCનાં બેડ પર ખાનગી દર્દીઓને દાખલ કરીને તેમની પાસેથી વસુલેલી ફીની 10 ગણી રકમ કેમ ન વસુલવી? તેમજ કલમ 3 હેઠળ IPC 188 મુજબ પોલીસ ફરિયાદ કેમ ન કરવી? તેનો એક દિવસમાં ખુલાસો કરવા અંગેની નોટિસ આપી છે. જો હોસ્પિટલ આ અંગેનો ખુલાસો નહીં કરે તો એપેડેમિક એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલોની ઉઘાડી લૂંટ, કોરોનાનાં બેડ પર અન્ય દર્દીઓને રાખી રોકડી કરતા AMCની નોટિસ