Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > કોરોનાનો ખૌફ: Flipkart નો મોટો નિર્ણય, શૉપિંગ માટે જોવી પડશે રાહ

કોરોનાનો ખૌફ: Flipkart નો મોટો નિર્ણય, શૉપિંગ માટે જોવી પડશે રાહ

0
312

મુંબઈ: દેશની મુખ્ય ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટે લૉકડાઉનને જતા પોતાની સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર એક એડવાઈઝરી જાહેરી કરી છે. જેમાં જણાવ્યું છે કે, લૉકડાઉન દરમિયાન 21 દિવસો સુધી તેની સેવાઓ કામચલાઉ રૂપે બંધ રહેશે. કંપનીએ જણાવ્યું કે, અમે કામચલાઉ રૂપે અમારી સેવાઓ બંધ કરી રહ્યાં છીએ. આ એડવાઈઝરી કંપનીની વેબસાઈટ પર પણ મૂકવામાં આવી છે.

કંપની તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, તમારી જરૂરિયાત હંમેશા અમારી પ્રાથમિક્તા રહી છે. કંપનીઓ વાયદો કર્યો છે કે, જેટલી શક્યતા હશે તેટલા અમે તમારી સેવામાં ફરીથી હાજર થઈશું. આ એક મુશ્કેલ સમય છે. આવો સમય અગાઉ ક્યારેય આવ્યો નથી. અગાઉ ક્યારેય એવું નથી થયું કે, લોકોએ ઘરોમાં રહીને દેશની સેવા કરી હોય. એવામાં અમારી તમને અપીલ છે કે, તમે તમારા ઘરોમાં રહો અને સુરક્ષિત રહો. લૉકડાઉન દરમિયાન ડિલીવરી સેવા પ્રભાવિત થવાના કારણે કંપનીએ આ મોટો નિર્ણય લીધો છે.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે 8 વાગ્યે પોતાના સંબોધનમાં સમગ્ર દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. PM મોદીએ જણાવ્યું કે, હિન્દુસ્તાનને બચાવવા માટે 21 દિવસનું આ લૉકડાઉન ખૂબ જ જરૂરી છે. બહાર નીકળવું શું હોય છે? તે 21 દિવસ માટે ભૂલી જાવ. જો આ 21 દિવસ નહીં સાચવો, તો આપણો દેશ અને તમારો પરિવાર 21 વર્ષ પાછળ જતો રહેશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 500ને પાર પહોંચી ગઈ છે, જ્યારે 11 લોકો મોતને ભેટ્યા છે.

શું 21 દિવસ લૉકડાઉનના નિર્ણયથી કોરોના સામે જંગ જીતી શકાશે?