Gujarat Exclusive > દેશ-વિદેશ > TMC સાંસદ સોગત રોય સહિત પાંચ સાંસદ ભાજપમાં જોડાઇ શકે છે, અર્જૂન સિંહનો દાવો

TMC સાંસદ સોગત રોય સહિત પાંચ સાંસદ ભાજપમાં જોડાઇ શકે છે, અર્જૂન સિંહનો દાવો

0
49

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ રાજકીય ઉથલ-પાથલ પહેલા જ શરૂ થઇ ગઇ છે. મમતા બેનરજીના સૌથી નજીક ગણાતા સીનિયર ટીએમસી નેતા શુભેંદુ અધિકારીના ભાજપમાં સામેલ થવાના સમાચાર વચ્ચે એક મોટી જાણકારી સામે આવી છે. ભાજપ સાંસદ અર્જૂન સિંહે દાવો કર્યો છે કે તૃણમૂલ કોગ્રેસ (TMC)ના સીનિયર સાંસદ સોગત રોય સહિત પાંચ સાંસદ, જલ્દી ભાજપમાં સામેલ થઇ શકે છે.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને બેરકપુરના સાંસદ અર્જૂન સિંહે દાવો કરતા કહ્યુ છે કે પશ્ચિમ બંગાળના દમદમથી સાંસદ સોગત રોય, ચાર અન્ય સાંસદો સાથે ભારતીય જનતા પાર્ટી જોઇન કરી શકે છે. પ્રોફેસર સોગત રોય લોકસભાના સભ્ય છે અને મનમોહન સિંહ સરકારમાં મંત્રી પણ રહ્યા છે. તે ચોથી વખત સાંસદ બન્યા છે, આ પહેલા તે 5 વખત ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. TMC MP

ભાજપ સાંસદ અર્જૂન સિંહ ઉત્તર 24 પરગણા જિલ્લામાં જગદલ ઘાટ પર છઠ પૂજામાં સામેલ થવા પહોચ્યા હતા, જ્યા તેમણે આ વાત કહી હતી. અર્જૂન સિંહે કહ્યુ, હું સતત કહી રહ્યો છું કે ટીએમસીના 5 સાંસદ ક્યારેય રાજીનામું આપી શકે છે અને ભાજપમાં સામેલ થઇ શકે છે. TMC MP

આ પણ વાંચો: ઈલેક્ટોરલ બૉન્ડસથી રાજકીય પાર્ટીઓ ‘માલામાલ’! 3 વર્ષમાં મળ્યું ₹ 6493 કરોડનું ફંડ

ભાજપ સાંસદે આગળ કહ્યુ, શુભેંદુ અધિકારી એક મોટા જનાધાર ધરાવતા નેતા છે. મમતા બેનરજી આજે મોટા નેતા છે કારણ કે શુભેંદુ અધિકારી અને તેમના જેવા કેટલાક નેતાઓએ સંઘર્ષ કર્યો છે. પાર્ટી માટે પોતાનું લોહી આપ્યુ છે પરંતુ હવે મમતા બેનરજી તે બધાનું બલિદાન ભૂલીને પોતાના ભત્રીજાને ખુરશી પર બેસાડવા માંગે છે. કોઇ પણ મોટો નેતા આ સ્વીકાર નથી કરી શકતો. જે રીતે શુભેંદુ અધિકારી જેવા નેતાઓનું અપમાન કર્યુ છે, તેમણે ટીએમસી છોડી દેવી જોઇએ. TMC MP

અર્જૂન સિંહે કહ્યુ કે, શુભેંદુ અધિકારીના સહયોગીઓને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે, મને કેટલીક વખત પરેશાન કરવામાં આવ્યો છે. એક વાત જાણી લેવી જોઇએ કે મોટા નેતાઓને રોકી નથી શકાતા. શુભેંદુ એક મોટા નેતા છે, તેમનું હંમેશા ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા જઇ રહી છે. શુભેંદુ જેવા જ ભાજપમાં સામેલ થશે, મમતા સરકાર વધુ દિવસ સુધી રાજ્યમાં ટકી નહી શકે. આ સરકાર ખતમ થઇ જશે. TMC MP