Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > પાંચ સન્માનિય બાબતો કોરોનાવાયરસના કારણે શંકાના દાયરામાં આવી ગઇ

પાંચ સન્માનિય બાબતો કોરોનાવાયરસના કારણે શંકાના દાયરામાં આવી ગઇ

0
1974

પાછલા રવિવારે જનતા કર્ફ્યૂ દરમિયાન સાંજે પાંચ વાગે આખા ભારેત તે લોકો માટે તાળીયો અને થાળીઓ વગાડી જેમને કોરોના વાયરસના આ સંકટમાં સતત કામ કરી રહ્યાં છે. તેના ઠીક અડધા કલાક પછી એર ઈન્ડિયાનું એક ટ્વિટ આવ્યું, જે વાંચીને આ બધી જ કવાયત માત્ર દેખાવો લાગવા લાગ્યો. આ ટ્વિટમાં એર ઈન્ડિયાએ જણાવ્યું કે, તેમના સ્ટાફના કેટલાક સભ્યો સાથે તેમના પડોસી અને જે વિસ્તારમાં તેઓ રહે છે તેમના આરડબ્લૂએ ઠીકથી વ્યવહાર કરી રહ્યાં નથી. કેટલાક લોકોએ તેમને પોતાનું કામ કરવાથી રોકવાની કોશિશ પણ કરી, અહીં સુધી કે, લોકો તેમને હેરાન કરવા માટે પોલીસ સુધી બોલાવી રહી છે.

આ ખરાબ વ્યવહારનું કારણ એર ઈન્ડિયા સ્ટાફનું કોરોના વાયરસથી સંક્રમિત હોવાની શંકા છે. એર ઈન્ડિયાએ આ ટ્વિટમાં સરકારી ખાતાઓને અપીલ કરી છે કે, તેઓ સ્ટાફની સુરક્ષાની વ્યવસ્થા કરે. સાથે જ તેમને સામાન્ય લોકોને તે અપીલ પણ કરી છે કે, તેઓ યાદ રાખે કે આ સ્ટાફની મદદથી જ વિદેશમાં ફસાયેલા તેમના પોતાના લોકો ઘર વાપસી કરી શક્યા છે.

જોકે, આ તો મામલો ઘોર અસંવેદનશીલતાનો છે પરંતુ ખરાબ વ્યવહારના આવા કેટલાક નાના-મોટા ઉદાહરણ આપણી આસપાસ દરેક સમયે જોવા મળવા લાગ્યા છે. કોરોના વાયરસના આ સમયમાં કેટલીક વાતો પણ શકની નજરમાં જોવામાં આવી રહી છે જે થોડી દિવસ પહેલા સન્માનનું કારણ બનેલી હતી. બીજા દેશોની યાત્રા કરી છે. તેમાંય પણ અમેરિકા અથવા યૂરોપ જનારા લોકોને ખાસ મહત્વ આપવામાં આવે છે. પરંતુ દુનિયાભરના દેશોમાં કોરોના પ્રકોપ પછી ત્યાંથી આવનાર લોકોને શકની નજરથી દેખવામાં આવી રહ્યાં છે. જો કોઈ ફોરેનના વધારે પડતા આટા-ફેરા મારતો હોય તો તેના વિશે એવું માની લેવામાં આવી રહ્યું છે કે, આ ચોક્કસ વાયરસ લઇને ફરી રહ્યો હશે અને તેના પાસે જનારાઓની મુશ્કેલી વધી શકે છે.

1. વિદેશ જવું- ‘ફોરેન રિટર્ન’ ભારતીય સમાજમાં પ્રતિષ્ઠાવાળો શબ્દ રહ્યો છે. અહીં એવા દરેક વ્યક્તિને માત્ર તે માટે સન્માનની નજરથી જોવામાં આવે છે કે, તેઓ બીજા દેશોની યાત્રા કરી હોય. તેમાં પણ અમેરિકા અથવા યૂરોપ જનારા લોકોને ખાસ મહત્વ આપવામાં આવે છે. પરંતુ દુનિયાભરના દેશોમાં કોરોનાના પ્રકોપ પછી ત્યાં જવાવાળા લોકોને હવે શકની નજરથી લોકો જોવા લાગ્યા છે. જો કોઈ મોટાભાગે ફોરેનની ટીપો મારતો રહ્યો હોય તો તેના વિશે એવું માનવામાં આવી રહ્યું છે કે, તે ચોક્કસપણે કોરોના વાયરસને લઇને ફરી રહ્યો હશે. તેથી તેના પાસે જનારાની ખેર નથી.

2. હવાઈ મુસાફરી – જો કોઈ વિદેશ ના પણ ગયો હોય પરંતુ મોટાભાગે ડોમેસ્ટિક ફ્લાઈટનો ઉપયોગ કરીને મુસાફરી કરતો હોય તો તેને પણ સન્માનિય નજરથી જોવામાં આવતો હતો. પંરતુ આજ-કાલ આવા લોકો પણ સન્માનમાંથી નિકળીને શકના દાયરામાં આવી ગયા છે. લગભગ દેશના બધા જ એરપોર્ટ પર વિદેશથી આવવા-જનારાઓની હાજરી હોય છે. તેમાંથી કોઈપણ કોરોના સંક્રમિત હોઇ શકે છે, તે વાતને નકારી શકાય નહીં. તેથી હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, જે વ્યક્તિ મોટાભાગે હવાઈ યાત્રાઓ વધારે કરે છે તેનાથી કોરોનાવાયરસથી સંક્રમિત થવાની શક્યતાઓ વધારે છે.

3.વિદેશી હોવું- અતિથિ દેવો ભવવાળા આપણા દેશમાં વિદેશી મહેમાનોને ખાસ સન્માન આપવામાં આવે છે. ખાસ કરીને ગોરા રંગના લોકોને. પરંતુ હાલના સમયમાં તેમના સાથે લોકોનો વ્યવહાર ઉંધો થઇ ગયો છે. ભારતમાં અનેક જગ્યાઓ પર વિદેશી નાગરિકોને સેવા આપવા અને સામાન ના વેચવાની ઘટનાઓ સામે આવી છે. આ ખરાબ થયેલો વ્યવહાર પણ વિદેશી મહેમાનોનું કોરોના સંક્રમિત હોવાના આશંકાના કારણે જન્મ્યો છે.

4. અમીર અથવા પ્રભાવશાળી હસ્તી હોવું- ધનવાન લોકો અથવા મોટી હસ્તિઓ વિશે માનવામાં આવે છે કે, તેઓ મોટાભાગે વિદેશી યાત્રા કરતા રહેતા હોય છે અતવા વિદેશથી આવનારા લોકોને મળતા રહે છે. તેવામાં તેમનું કોરોના પ્રભાવિત વિસ્તારમાં જવાની અથવા કોરોના સંક્રમિત લોકો સાથે મળવાની સંભાવનાઓ વધારે હોય છે. તે ઉપરાંત તેવું પણ માનવામાં આવે છે કે, સામાન્ય લોકોની જેમ જ એરપોર્ટ અને અન્ય બાકી જગ્યાઓ પર જરૂરી ઔપચારિકા પૂરી કરવાથી પણ બચવા ઈચ્છે છે. ગીતકાર કનિકા કપૂરનો મામલો સામે આવ્યા પછી આ ધારણાઓ વધારે મજબૂત થઇ ગઈ છે. આના કારણે લોકોએ પ્રભાવશાળી લોકોથી પણ અંતર રાખવાનું શરૂ કરી દીધું છે.

5. સામાજિક રીતે સક્રિય હોવું- સોશિયલ બટરફ્લાઈઇ એટલે તેવા લોકો જેઓ મોટા ભાગે અનેક લોકોને દિવસ દરમિયાન મળતા રહે છે, સામાજિક આયોજનોમાં જાય છે અને ક્લબ અથવા ઘરેલૂ પાર્ટીઓનો હિસ્સો બનેલા રહે છે. હવે આ સોશિયલ બટરફ્લાઈઝ લોકોથી પણ લોકોએ અંતર બનાવવાનું શરૂ કરી દીધું છે. કેમ કે, કોરોના સંક્રમણ કોઈ એવી જગ્યા પર હાથ રાખી દેવાથી પણ થઇ શકે છે જેને કોઈ સંક્રમિત વ્યક્તિએ ટચ કર્યું હોય, તેથી લોકો ઓછામાં ઓછા લોકોને મળવાનું પસંદ કરી રહ્યાં છે. તેથી તેઓ પણ તેમને પ્રાથમિકતા આપી રહ્યાં છે જે તેમની જેમ જ સીમિત સંપર્કવાળા હોય. તે ઉપરાંત લોકોના હાથ મિલાવી રહ્યાં છે ના ગળે લાગી રહ્યાં છે.

સામાન્ય રીતે ઉપરોક્ત લોકોના સંપર્કમાં આવવાથી બચવું સારી વસ્તુ છે પરંતુ તેમના સાથે ધૃણાસ્પદ વ્યવહાર કરવો યોગ્ય વાત નથી. માત્ર સ્વાર્થ પૂરતો વ્યવહાર આપણી સંસ્કૃતિમાં નથી. આપણી સંસ્કૃતિ મરતાને બચાવવાની છે ના કે, કોઈને તરછોડીને મરવા માટે છોડી દેવાની. ખેર, પરંતુ કોરોનાવાયરસે ફેલાવેલા મોતના ડરે જે સન્માનિય ચીજોને ધૃણાસ્પદ અને શંકાસ્પદ બનાવી દીધી છે.

કોરોનાનો કહેર: રાજકોટમાં વધુ 2 કેસ પોઝિટિવ, રાજ્યમાં અત્યાર સુધી કુલ 35 કેસ