Gujarat Exclusive > આપણી જરૂરિયાત > ઓનલાઇન ટેકસ પેમેન્ટમાં વધુ પાંચ ટકા વળતર : મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ઓનલાઇન ટેકસ પેમેન્ટમાં વધુ પાંચ ટકા વળતર : મુખ્યમંત્રીએ કરી જાહેરાત

0
1

ઓનલાઇન ટેકસ પેમેન્ટમાં વધુ પાંચ ટકા વળતર : ‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક યોજના’ ને મુખ્યમંત્રીએ કરી જાહેરાત

રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી(લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ ર0રર-ર3ની વેરાની રકમ જો નાગરિકો તા.31-મે-2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 10 ટકા વળતર આપવામાં આવશે. એટલું જ નહિ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા.31-મે-2022 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 1પ ટકા વળતરનો લાભ મળશે.

રાજ્યની નગરપાલિકાઓની અગાઉના વર્ષોના કરવેરાની પાછલી રકમ પણ જે નાગરિકોને ભરવાની બાકી હોય તેમને આવી રકમ-વેરા ભરવામાં સરળતા મુખ્યમંત્રીએ કરી આપી છે. તદ્દઅનુસાર, જે કરદાતા-નાગરિકને તેમની મિલ્કત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો તા.31 માર્ચ-ર0રર સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી ની રકમ 100 ટકા માફ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓની આવી આવકમાં વધારો થાય સાથોસાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” અમલ કરવાનો નાગરિક

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat