ગુજરાત સરકાર દ્વારા પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ એમેન્ડમેન્ટ બિલ ચાલુ વિધાનસભા સત્રમાં રજૂ થનાર છે અને જે દ્વારા સરકાર વધુ પાંચ નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવા જઈ રહી છે. હાલ ગુજરાતમાં 103 યુનિવર્સિટીઓ છે, જેમાંથી સૌથી વધુ ખાનગી યુનિવર્સિટીઓ છે ત્યારે વધુ પાંચ નવી ખાનગી યુનિવર્સિટીઓ સાથે રાજ્યમાં કુલ 108 યુનિવર્સિટીઓ થશે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક 2023 અંતર્ગત રાજ્યમાં પાંચ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવનાર છે, જેમાં અમદાવાદની સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટને ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસ માટે સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીને મંજૂરી અપાઈ છે.
ભાવનગરના જ્ઞાનમુદ્રા એજ્યુકેશન ફાઉન્ડેશનની જ્ઞાનમંજરી યુનિવર્સિટીને, વડોદરા વાઘોડિયાની સિગ્મા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ ગ્રૂપને સિગ્મા યુનિવર્સિટીને મંજૂરી આપી, વાપીના રોટરી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન ગ્રૂપને રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની મંજૂરી અને અમદાવાદના મહાવીર એજ્યુકેશન ટ્રસ્ટની કે.એન.યુનિવર્સિટીને મંજૂરી અપાઈ છે.
Advertisement
Advertisement
Advertisement