Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભારતની આર્થિક સ્થિતિ અને ભૂગોળ બદલનાર મોદી સરકારના પાંચ નિર્ણય

ભારતની આર્થિક સ્થિતિ અને ભૂગોળ બદલનાર મોદી સરકારના પાંચ નિર્ણય

0
1905

મોદી સરકારના બીજા સત્રના 100 દિવસ પૂરા થઈ ગયા છે. 100 દિવસમાં નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી એનડીએની સરકારે કેટલાક એવા નિર્ણયો લીધા છે જેથી દેશની ભૂગોળ, સમાજિક પરિસ્થિતી તથા આર્થિક પરિસ્થિતિ સહિત આંતરિક સુરક્ષાને જોતા એજન્સીઓની શક્તિઓમાં પણ પરિવર્તન જોવા મળ્યું છે. એક બાજુ જ્યાં UAPA બીલને લીધે વહીવટી તાકાતમાં વધારો થયો છે તો બીજી બાજુ આશંકા છે કે આ કાયદાથી સામાન્ય નાગરિકોની લોકતાંત્રિક આઝાદી પર અંધારૂ છવાઇ જશે. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જો આપતી કલમ 370 અને 35Aને નાબૂદ કરીને સરકારે ભારતની ભૌગોલિક પરિસ્થિતિમાં ફેરફાર કરી દીધો છે. તો ચાલો જાણીએ સરકારના 5 મોટા નિર્ણયો જેને જાણવા ખૂબજ જરૂરી છે.

1) ત્રણ તલાક બીલ

બીજી વાર સત્તામાં આવતાની સાથે જ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી મુક્ત કરાવવાના પગલા લીધા. સરકારે ત્રણ તલાક બીલ ‘મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બીલ-2019’ને લોકસભા તથા રાજ્યસભામાંથી પાસ કરાવ્યો. ઓગસ્ટ મહિનામાં કાયદા બની ગયા બાદ ત્રણ તલાક ભારતમાં કાયદાકીય રીતે ગુનો ગણવામાં આવશે. મહત્વનું છે કે આ બીલ પાસ કરતી વખતે એનડીએ પાસે રાજ્યસભામાં પૂરતો બહુમત પણ ન હતો તો પણ સરકાર આ બીલ પસાર કરાવવમાં સફળ રહી હતી.

2) કલમ 370 અને 35A નાબૂદ કરવી

સરકારે તેના બીજા કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરને લઈને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જનસંધના સમયથી જ કલમ 370 હટાવવાની માંગ ઉઠી હતી. આખરે મોદી સરકારે 5 ઓગસ્ટે અસ્થાયી કલમને નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. સાથે જ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કર્યો હતો. કલમ 370 નાબૂદ કર્યા પહેલાથી જ ત્યાં કર્ફયુ લાદી દેવામાં આવ્યો હતો. આ બિલ સાથે કેટલાક વિપક્ષી દળો પણ મોદી સરકારને સાથે હતા. મહત્વનું છે કે કોંગ્રસે આ બિલનો વિરોધ કર્યો હતો પણ કોંગ્રેસના અમુક નેતાઓએ આ બિલનો સમર્થન કર્યુ હતુ. કલમ નાબૂદ કર્યાના એક મહિનો પસાર થઈ ગયો છે પણ અત્યારે પણ ઘાટીના મોટા ભાગના વિસ્તારોમાં કેટલાક પ્રકારના પ્રતિબંધો લાગેલા છે.

RTIમાં ચોંકાવનાર ખુલાસો: 2019માં જ બેંકો સાથે 31,898 કરોડ રૂપિયાની છેતરપિંડી

3) UAPA એક્ટમાં સંશોધન

UAPA બીલ-2019ને લઈને મોદી સરકારનો વિપક્ષ સાથે ખૂબ જ વિવાદ રહ્યો છે. જોકે, આ બીલ પસાર કરાવવામાં મોદી સરકાર સફળ રહી છે. નવો UAPA કાયદા અંતર્ગત આતંકી ગતિવિધીઓમાં સામેલ કોઈ પણ વ્યક્તિને આતંકી જાહેર કરવાનો અધિકાર છે. ઉલ્લેખનિય છે કે મોદી સરકારે આ કાયદા અંતર્ગત હાફિઝ સઈદ, દાઉદ ઈબ્રાહિમ, જકીઉર રહેમાન લખવી અને મસૂદ અજહરને આતંકી જાહેર કર્યા છે. આ કાયદો NIAને આરોપીની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર આપે છે. આ કાયદાને લઈને વિપક્ષી દળો કેટલીક પ્રકારની આશંકાઓ વ્યક્ત કરી ચૂક્યા છે. આશંકા છે કે મોદી સરકાર કાયદાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી શકે છે.

4) મોટર વ્હીકલ એક્ટ 2019

ટ્રાફિક વ્યવસ્થાને વ્યવસ્થિત કરવા અને ટ્રાફિક નિયમોને લઈને નાગરિકો ગંભીર થાય તે હેતુથી સરકાર દ્વારા આ મોટર વ્હીકલ એક્ટ-2019ને લાગૂં કરવામાં આવ્યો છે. પરંતુ આ બિલમાં ભારે ભરખમ દંડની જોગવાઈઓના કારણે દેશના ચારેખૂણે આ બિલનો સોશિયલ મીડિયા મારફતે વિરોધ થઈ રહ્યો છે. ચલણની રકમને લઈને કેટલીક જગ્યાઓ પર લોકોએ પોતાનો વાહન પોલીસ પાસે રાખવું યોગ્ય સમજ્યુ છે. પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશે આ બિલ લાગૂ કર્યો નથી. આ કાયદા અંતર્ગત ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન કરવા પર જરા પણ રિયાયત આપવામાં આપવામાં આવશે નહી. જોવામાં આવે તો એક બાજુ ભારે ભરખમ દંડને લઈને વિવાદ પણ છે અને બીજુ બાજુ જોઈએ તો લોકો ટ્રાફિક નિયમોનો પાલન પણ કરી રહ્યા છે.

5) બેંકોનું વિલિનીકરણ

મોદી સરકારે આર્થિક સુધાર લાવવા માટે બેન્કોનો વિલિનીકરણ કરીને ચાર બેંક બનાવવાની જાહેરાત કરી છે. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંકને પંજાબ બેંકમાં મર્જ કર્યો છે. જ્યારે, સિન્ડીકેટ બેંકને કેનેરા બેંક અને ઈલાહાબાદ બેંકને ઈન્ડિયન બેંકમાં મર્જ કરવામાં આવી છે. આન્ધ્ર બેંક અને કોર્પોરેશન બેંકને યૂનિયન બેંક ઓફ ઈન્ડિયામાં મર્જ કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે આ પગલાથી વધી રહેલા NPAથી રાહત મળશે. જોકે સરકારના આ પગલાથી આલોચકોએ કહ્યું કે, આ પગલાથી સ્થિતિમાં કોઈ ફરક પડવાનો નથી..