Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘ગોલ્ડન એરો’ 17 સ્ક્વાડ્રનમાં સામેલ થશે પ્રથમ ‘રાફેલ’ એરક્રાફ્ટ

‘ગોલ્ડન એરો’ 17 સ્ક્વાડ્રનમાં સામેલ થશે પ્રથમ ‘રાફેલ’ એરક્રાફ્ટ

0
430

પ્રથમ રાફેલ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના ‘ગોલ્ડન એરો’ 17 સ્ક્વાડ્રનમાં સામેલ થશે. આ યુનિટનું નેતૃત્વ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન એરચીફ માર્શલ બીએસ ધનોઆએ કર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, રાફેલ એરક્રાફ્ટનું પ્રથમ યુનિટ 17 સ્ક્વાડ્રનને પ્રાપ્ત થશે, જે પહેલા પંજાબના ભટિન્ડામાં હતી. જો કે હવે તેને હરિયાણાના અમ્બાલામાં સ્થળાંતરિત કરવામાં આવી છે.

આ પ્રથમ યુનિટ હશે, જેની પાસે રાફેલ વિમાન હશે. સુત્રોના જણાવ્યા અનુસાર, ફાઈટર વિમાનોની અન્ય સ્ક્વાડ્રન પશ્ચિમ બંગાળના હાશિમારામાં આવેલ છે. જેની જવાબદારી ચીન તરફ આવતા ભાગને સંભાળવાની છે. 17 સ્ક્રવાડ્રન અગાઉ મિગ-21નું સંચાલન કરતી હતી.

મેં-2020 સુધી અમ્બાલા પહોંચશે રાફેલ
ભારતીય વાયુસેનાને સપ્ટેમ્બર-2019માં રાફેલ વિમાનની પ્રથમ બેચ પ્રાપ્ત થશે. જેમાં 4 ફાઈટર પ્લેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે તે પહેલા આ વિમાનોને ભારતીય વાતાવરણમાં 1500 કલાકની ઉડીને બતાવવું પડશે. એવામાં 4 વિમાનોની પહેલી બેચને અમ્બાલા પહોંચતા મેં-2020 સુધીનો સમય લાગી શકે છે.

રાફેલ વિમાન પર પૂર્વ-પશ્ચિમ સુરક્ષાની જવાબદારી
સપ્ટેમ્બર 2016માં ભારતે ફ્રાન્સ સરકાર અને દસૉલ્ટ એવિએશન સાથે 36 રાફેલ ફાઈટર જેટ વિમાનો માટે સમજૂતિ કરી હતી. ભારતે પૂર્વ અને પશ્ચિમ તરફથી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ફાઈટર વિમાનો તૈયાર કરાવ્યા છે. અગાઉ એક સ્ક્વાડ્રનને ઉત્તર પ્રદેશના સારસ્વત એરબેસમાં સ્થાપનાની કોશિશ કરી હતી, જે જમીન અધિગ્રહણના મામલે રદ્દ થઈ ગઈ હતી.

અમ્બાલા બેસમાં જગૂઆર એરક્રાફ્ટ સ્ક્વાડ્રન તૈનાત છે. જેની જવાબદારી પાકિસ્તાન તરફ થઈ રહેલ હલચલ જોવાની છે. આમ જરૂરિયાત પ્રમાણે તેને બન્ને તરફ તૈનાત કરી શકાય છે.