Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કરફ્યુનો પ્રથમ દિવસ, જાણી લો ક્યાં-કેટલી મળશે છૂટ

અમદાવાદમાં કરફ્યુનો પ્રથમ દિવસ, જાણી લો ક્યાં-કેટલી મળશે છૂટ

0
26

અમદાવાદ: ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે જ કોરોનાનું સંક્રમણ (Corona Outbreak In Ahmedabad) વકર્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસોમાં (Ahmedabad Corona Cases) ચિંતાજનક વધારો જોતા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યુની (Ahmedabad Curfew) જાહેરાત કરી દીધી છે.

આ મામલે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડીને જાહેર કરવામાં આવ્યું છે કે, શહેરમાં કરફ્યુ (Ahmedabad Curfew) દરમિયાન કોને છૂટ મળશે, તો તેના પર એક નજર નાંખીએ…

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલા કરફ્યુ (Ahmedabad Curfew) અંગેના જાહેરનામા અનુસાર કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં ટ્રેન કે પ્લેનમાં મુસાફરી અર્થે જઈ રહેલા મુસાફરોને છૂટ આપવામાં આવશે. આ સિવાય મેડિકલ જેવી ઈમરજન્સી સિવાયની તમામ સર્વિસ અને દુકાનો બંધ રહેશે.

→ લગ્ન અંગે સ્થાનિક પોલીસની મંજૂરી મળ્યા બાદ ઉજવણી કરી શકાશે
→ અંતિમ સંસ્કારમાં 20 જેટલા વ્યક્તિને જ મંજૂરી આપવામાં આવશે
→ દૂધ વિતરણ, કરિયાણા વિતરણ અને મેડિકલ સર્વિસને લગતા વાહનોને છૂટ રહેશે
→ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ટેક્સી કે કેબ સર્વિસને પરવાનગી રહેશે, પરંતુ ટિકિટ બતાવવી પડશે
→ ATM ઓપરેશન ચાલું રહેશે (Ahmedabad Curfew)
→ CA & CS સહિતની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને આઈકાર્ડ સાથે છૂટ
→ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વાહનોને પણ અવરજવર માટે મંજૂરી
→ માલસામાનની હેરફેરને પરવાનગી
→ પોલીસ કમિશનર તરફથી ચોક્કસ સંજોગોમાં ખાસ પરવાનગી મેળવનાર વ્યક્તિને મળશે છૂટ
→ તમામ પ્રકારની છૂટછાટમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત તમામ કોવિડગાઈડ લાઈન્સનું ચોક્કસ પાલન કરવું ફરજિયાત.
→ પેટ્રોલિયમ, CNG, LPG, પાણી અને વીજ ઉત્પાદન એકમો સહિતની સેવાઓ ચાલુ રહેશે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાં કોરોના બેકાબુ, ઈન્દોર-ભોપાલ સહિત રાજ્યના 5 શહેરોમાં નાઈટ કરફ્યુ

જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં 5 મહિના બાદ કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ (Ahmedabad Corona Cases) નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 305 અને ગ્રામ્યમાં 22 મળીને સમગ્ર જિલ્લામાં કુલ 327 કેસ મળી આવ્યાં છે. અગાઉ 22 જૂનના રોજ કોરોનાના 314 કેસ નોંધાયા હતા. આમ 5 મહિના બાદ એક જ દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 300ને પાર પહોંચી છે.