Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ પૂર્વમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર કાર્યરત, ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીધી મુલાકાત

અમદાવાદ પૂર્વમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર કાર્યરત, ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીધી મુલાકાત

0
45

ગાંધીનગર: અમદાવાદ પૂર્વમાં અમદાવાદ મહાનગરપાલિકા અને વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત સહયોગથી વટવા GIDCમાં સી-પેટ સંસ્થા સંચાલિત બોયસ હોસ્ટેલ ખાતે બનાવાયેલ આ કોવિડ કેર સેન્ટરની પ્રદીપસિંહ જાડેજાએ શનિવારે મુલાકાત લીધી હતી.પોતાના મતવિસ્તાર વટવા જી.આઇ.ડી.સી.માં સીપેટ હોસ્ટેલ ખાતે શરૂ થયેલ નવીન કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ આ કોવિડ કેર સેન્ટર વટવા,રામોલ, હાથીજણ ,અને વસ્ત્રાલમાં રહેતા નગરજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી લાગણી વ્યકત કરી હતી. Covid Care Centre

હાલ સીપેટ હોસ્ટેલ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં ૧૦૮ પથારીની વ્યવસ્થા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કરવામાં આવી હોવાનું જણાવી આગામી સમયમાં જરૂરિયાત મુજબ ૫૦૦ પથારી સુધીની ક્ષમતા વધારી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ કોવિડ કેર સેન્ટરમાં પુરુષ અને સ્ત્રી માટે સારવાર મેળવવાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોવિડ કેર સેન્ટરમાં મેડિકલ, પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવારમાં તહેનાત રહેશે‌.અહીં સારવાર અર્થે આવતા દર્દીઓને જીવન જરૂરિયાતની આનુસંગીક વ્યવસ્થાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું.

આ નવીન કોવિડ કેર આઇસોલેશન સેન્ટર અમદાવાદ પૂર્વમાં રહેતા નગરજનો કે જેમના ઘરમાં કોરોનાગ્રસ્ત થયા બાદ આઇસોલેટ થવાની વ્યવસ્થા નથી તેમના માટે કારગર નિવડશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:  કોરોના કાળમાં અત્યાર સુધી ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં આગથી 36ના મોત Covid Care Centre

વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઉધોગપતિ, સેવાભાવી સંસ્થાઓ , સમાજના સુખી સમપન્ન લોકો સરકાર સાથે જોડાઇને કોરોના સામેની લડતમાં જનકલ્યાણના કાર્યો કરી રહ્યા છે તે અનુકરણીય છે. ઘણી સેવાભાવી સંસ્થાઓએ કોરોના મહામારીમાં દર્દીઓના સેવાયજ્ઞમાં જોડાઇને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે જે સમાજ માટે ગૌરવવંતી બાબત છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં પ્રજા અને સરકારના સંયુક્ત પ્રયાસોથી જ કોરોના મહામારી પર નિયંત્રણ મેળવી શકાશે. શહેરમાં વિવિધ સ્થળોએ શરૂ થઇ રહેલા કોવિડ કેર સેન્ટર કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં અસરકારક નિવડશે તેવી આશા વ્યક્ત કરી હતી. Covid Care Centre

આ પ્રસંગે અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, રમેશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ, કાઉન્સિલરો મૌલિકભાઈ પટેલ,ભરતભાઈ પરમાર, સુનિતાબેન ચૌહાણ અને ચંદ્રિકાબેન પંચાલ,વટવા ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat