-
કોરોનાની વેક્સીન કોવીશીલ્ડની ગંભીર સાઇડ ઇફેક્ટ થવાનો આરોપ
-
ચેન્નાઇમાં ટ્રાયલ દરમિયાન 40 વર્ષના વોલન્ટિયરે લગાવ્યો આરોપ Covishield Vaccine
-
સીરમ ઇંસ્ટીટ્યૂટ પાસેથી 5 કરોડ રૂપિયા વળતર માંગ્યુ Covishield Vaccine
ચેન્નાઇ: કોરોનાની વેક્સીન કોવીશીલ્ડ (Covidshield Vaccine)ની ગંભીર સાઇડ ઇફેક્ટ થવાનો આરોપ લાગ્યો છે. ચેન્નાઇમાં ટ્રાયલ દરમિયાન વેક્સીન લગાવનારા એક 40 વર્ષના વોલન્ટિયરે આ આરોપ લગાવ્યો છે. વોલન્ટિયરે કહ્યુ કે વેક્સીનનો ડોઝ લીધા બાદ તેને ન્યૂરોલાજિકલ સમસ્યા (મગજ સાથે જોડાયેલી પરેશાની) શરૂ થઇ ગઇ છે. વોલન્ટિયરે તેની માટે સીરમ ઇંસ્ટીટ્યૂટ પાસેથી 5 કરોડ રૂપિયા વળતર માંગ્યુ છે. Covishield Vaccine
વોલન્ટિયરે સીરમ ઇંસ્ટીટ્યૂટ સાથે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), બ્રિટનની એસ્ટ્રાજેનેકા, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI), ઓક્સફોર્ડ વેક્સીન ટ્રાયલના ચીફ ઇન્વેસ્ટીગેટર એન્ડ્ર પોલાર્ડ, યૂનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ધ જેનર ઇંસ્ટીટ્યૂટ ઓફ લેબોરેટરીજ અને રામચંદ્ર હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચના વાઇસ ચાન્સેલરને કાયદાકીય નોટિસ મોકલી છે. વોલન્ટિયરના એડવોકેટ એનજીઆર પ્રસાદે જણાવ્યુ કે 21 નવેમ્બરે નોટિસ મોકલી હતી, હજુ સુધી કોઇનો જવાબ આવ્યો નથી. Covishield vaccine
એક દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીએ સીરમ ઇંસ્ટીટ્યૂટની મુલાકાત લીધી
પૂણે બેસ્ડ સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) કોવીશીલ્ડ બનાવી રહી છે. કોવીશીલ્ડને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે. આ વેક્સીન આ સમયે ભારતમાં અંતિમ સ્ટેજના ટ્રાયલમાં છે. શનિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીરમ ઇંસ્ટીટ્યૂટ જઇને વેક્સીન તૈયાર થવાની સમીક્ષા કરી હતી. Covishield vaccine
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1564 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 11 દર્દીના મોત
90%થી વધુ અસરદાર હોવાનો દાવો
કોવીશીલ્ડના અંતિમ ફેઝના ટ્રાયલ્સ બે રીતે કરવામાં આવ્યા છે. પહેલામાં દાવો કરવામાં આવ્યો કે આ 62% અસરદાર જોવા મળી, જ્યારે બીજામાં 90%થી વધુની એવરેજ જોવા મળી તો ઇફેક્ટિવનેસ 70% આસપાસ રહી છે. SIIના એક્ઝીક્યૂટિવ ડિરેક્ટર સુરેશ જાધવે તાજેતરમાં દાવો કર્યો હતો કે વેક્સીનનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યુ છે. જાન્યુઆરીથી દર મહિને 5-6 કરોડ વેક્સીન બનાવવા લાગીશું. સરકારની પરમિશન મળ્યા બાદ સપ્લાય શરૂ કરી દેવામાં આવશે. Covishield vaccine