Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ઉના નગરપાલિકાનાં પ્રમુખ અને પૂર્વ MLA પર અજાણ્યાં શખ્સો દ્વારા ફાયરિંગ, 3 લોકો સારવાર હેઠળ

ઉના નગરપાલિકાનાં પ્રમુખ અને પૂર્વ MLA પર અજાણ્યાં શખ્સો દ્વારા ફાયરિંગ, 3 લોકો સારવાર હેઠળ

0
1047

ઉના નગરપાલિકાનાં પ્રમુખ અને ભાજપનાં ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ પર બે અજાણ્યાં શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ચારે બાજુ ભારે ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં મળતી માહિતી મુજબ નગરપાલિકાનાં પ્રમુખ કે.સી રાઠોડ પર બાઇક પર આવેલાં બે અજાણ્યાં શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કે.સી રાઠોડ સહિત 3 વ્યક્તિઓને ગોળી વાગી હતી. જેથી તેઓ ત્રણેયને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. હાલમાં તેઓની સારવાર ચાલુ છે.

કે.સી રાઠોડને વધુ સારવાર માટે રાજકોટ ખાતેની હોસ્પિટલમાં ખસેડાયાં છે. આ ઘટના અંગેની જાણ થતા પોલીસ દોડી આવ્યાં બાદ સમગ્ર વિસ્તારમાં તેઓએ નાકાબંધી કરી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે બે શખ્સો મોટર સાયકલ લઈને આવ્યાં હતાં. તેમણે ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યો અને બંન્ને શખ્સો ફરાર થઈ ગયા હતાં. મહત્વપૂર્ણ છે કે, કે.સી.રાઠોડ 2007થી 2012 સુધી ધારાસભ્ય પદે રહ્યાં હતાં.

જો કે આ ફાયરિંગમાં ઘાયલ થયેલા એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ આ ઘટના સમયે લોકોનાં ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતાં બાદમાં ઘટનાની જાણ થતાં જ ત્યાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ઘટનાસ્થળેથી વાગેલી જે ગોળીઓ મળી આવી તેને પોલીસે કબ્જે કરી હતી. ઉપરાંત પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને હુમલાખોરોને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. જો કે તમને જણાવી દઇએ કે પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ પરનાં હુમલા બાદ સમગ્ર ઉના પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી આજે અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજીને સમાધિ અપાઇ